ખરીદી:પાટણ શહેરમાં ઇલેક્ટ્રિક વાહન ખરીદીનો ક્રેઝ વધ્યો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી તહેવારમાં વાહનોની ખરીદી જામી, પાટણમાં વિદ્યાર્થીઓએ સબસિડીવાળાં વાહનોની ખરીદી કરી

પાટણ શહેરમાં આવેલ વાહનના શો રૂમમાં દીપાવલી પર્વ નિમિત્તે વાહન ખરીદી લઈને ભારે ભીડ રહી હતી જેમાં 10 કાર તેમજ 40 બાઈક, એક્ટિવા અને ઈલેક્ટ્રિક બાઇક સ્કૂટી 30 વેચાણ રહેવા પામ્યું હતું. તેમાં ઈલેક્ટ્રિક વાહનનો ક્રેઝ વધારે જોવા મળ્યો હતો કારણકે તેમાં ધોરણ નવ થી ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકારમાંથી રૂપિયા ૧૨ હજારની સબસીડી મળવાપાત્ર હોય તેમજ વાહનમાં લાયસન્સ પાર્સિંગ સહિતની બાબત હોતી નથી જેને લઇને તેની ખરીદીમાં લોકોનો રસ વધી રહ્યો છે તેવું ઈલેક્ટ્રિક સ્કુટીના શો રૂમના વશરામભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...