આરોપીને સજા:હારીજનાં ગોવામાં પરિણીતાને ત્રાસ આપવાનાં કેસમાં જુગારીયા પતિને કોર્ટે સજા ફટકારી

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાઆ બનાવની મળતી માહિતી મુજબ હારીજ તાલુકાની પરિણીતાને તેનો પતિ અવારનવાર શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા તેમજ મારઝુડ કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપતા હતા તે દરમ્યાન બીજા આરોપીઓએ આરોપીને ગેરમાર્ગે દોરી તેની જામીન વેંચાવી દીધેલ અને તેના પૈસા સગેવગે કરી નાખેલ જે બાબતે પૈસાની માંગણી કરતા આરોપીઓ ફરી ગયા હતા. અને તા.25-08-21ના “રોજ આરોપીએ ફરીયાદીબેનને ગાળો બોલી દુધની બરણી વડે માર મારેલ જે બાબત ફરીયાદીએ પોલીસ ફરીયાદ કરતાં પોલીસે તપાસ કરી હારીજ કોર્ટમાં ચાર્જશીટ કરેલ જે કેસ હારીજ કોર્ટમાં ચાલી જતાં અને કોર્ટે ફરીયાદ પક્ષે આરોપી વિરુધ્ધ રજુ કરેલા પુરાવા અને સરકાર તરફે સરકારી વકીલ ભરત કેલાની ધારદાર અને ટુ ધી પોઇન્ટ દલીલો ગ્રાહ્ય રાખી હારીજના મેજીસ્ટ્રેટ અમીતકુમાર ડાભીએ આ કેસનાં તમામ આરોપીઓને ઇ.પી.કો. કલમ 498(ક)માં બે વર્ષની સાદી કેદની સજા તથા રૂા.500/- દંડ તેમજ ઇ.પી.કો. કલમ-323 માં આરોપી પ્રને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂા.500/- ના દંડની સજા ફટકારવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...