સજા:હારીજનાં દુનાવાડાનાં હુમલા કેસમાં આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટ

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

હારીજની કોર્ટે હારીજ તાલુકાનાં દુનાવાડા ગામે ટોમી વડે હુમલો કરવાનાં એક કેસમાં આરોપીને ત્રણ વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી અને રૂા.1000નો દંડ ફટકાર્યો હતો. સજા સંભળાવી ત્યારે આરોપી હાજર ન રહેતાં કોર્ટે તેનાં વિરુધ્ધ જેલ વોરંટ ઇસ્યુ કર્યુ હતું.

આ કેસની મળતી માહિતી મુજબ ઓક્ટોબર- 2019માં ફરીયાદીએ આ કેસનાં આરોપી ઠાકોર વિનાજી દેવાજીને પોતાની સાયકલ રીપેરીંગ કરવા આપેલી હતી જે પરત લેવા બાબતે ફરીયાદીએ આરોપી પાસેથી સાયકલની ઉઘરાણી કરતાં રહેલા અને તા. 23-10-2019નાં રોજ સાંજે ફરીયાદીએ સાયકલની ઉઘરાણી કરતાં આરોપીએ ઉશ્કેરાઇ જઇ લોખંડની ટોમી વડે હુમલો કરી ફરીયાદીને ડાબા હાથે કોણીના ભાગે ટોમી મારી ફ્રેક્ચર કર્યુ હતું.

જે સંબંધે ફરીયાદીએ પોલીસ ફરીયાદ કરતાં પોલીસે તપાસ કરી હારીજ કોર્ટમાં ચાર્જશીટ કરેલ. જે કેસ હારીજ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ફરીયાદ પક્ષે આરોપી વિરુધ્ધ રજુ કરેલા પુરાવા અને સરકાર તરફે સરકારી વકીલ ભરત કેલાની ધારદાર અને ટુ ધી પોઇન્ટ દલીલો ગ્રાહ્ય ટુ રાખી હારીજનાં મેજીસ્ટ્રેટ અમીતકુમાર ડાભીએ આરોપીને ઇ.પી.કો. કલમ 325નાં ગુનામાં કુલ ત્રણ વર્ષની સાદી કેદની સજા તથા રૂા.1000ના દંડની સજા ફટકારવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...