સાવચેતી:દેશનું એકમાત્ર કોડધા ઘુડખર અભયારણ્ય 4 માસ બાદ ફરી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં વરસાદી માહોલ અને સુરક્ષાને લઈ લઈ 15 જુનથી બંધ કરાયું હતું

સમીના કોડધા ખાતે આવેલ ઘુડખર અભ્યારણમાં ચોમાસામાં વરસાદી પાણીના પ્રવાહનો આવરો હોઈ તેમજ વરસાદી માહોલને લઇ પ્રવાસીઓની સુરક્ષાના ભાગરૂપે 15 જુનથી 15 ઓકટોબર દરમિયાન ચાર માસ કોડધા અભણારણ્ય વન વિભાગ દ્વારા બંધ રાખવામાં આવ્યું હતું. ચોમાસુ પુરૂ થતાં હવે ફરી વન વિભાગ દ્વારા 15 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે અભ્યારણ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

દેશનું એકમાત્ર પાટણ જિલ્લામાં સમીના રણ વિસ્તારમાં આવેલ કોડધા ઘુડખર અભણારણ્ય સમગ્ર ગુજરાત રાજ્ય સહિત દેશના લોકો માટે લુપ્ત થઈ રહેલી ઘૂડખરની પ્રજાતિ જોવા માટેનું સ્થળ હોઈ વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લઈને વન્ય પ્રાણીઓ સાથે રહેવાનો અને જોવાનો લ્હાવો લઇ આનંદ અનુભવતા હોય છે.

વનવિભાગ દ્વારા દર વર્ષે ચોમાસાના ચાર માસ માટે પ્રવાસીઓની સુરક્ષા માટે કોટડા અભ્યારણ બંધ કરવામાં આવતું હોય છે. આ વર્ષે પણ 15 જૂનથી બંધ કરવામાં આવ્યું હતું. અને 15 ઓક્ટોબર સુધી બંધ રહ્યું હતું ત્યારે ચોમાસાના ચાર માસ પૂર્ણ થતા વનવિભાગ દ્વારા ફરી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

વનવિભાગ દ્વારા ગાઈડલાઈન જાહેર કરાશે
વન વિભાગ અધિકારી બી.એમ.પટેલ જણાવ્યું હતું કે અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવી છે પરંતુ વન્ય પ્રાણીઓની સુરક્ષા તેમજ પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશબંધી અને ગાઈડલાઈન નું પાલન થાય તે તમામ બાબતોને ધ્યાનમાં લઈને વનવિભાગ દ્વારા એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવનાર છે જે ટૂંક સમયમાં જાહેર કરીને અભયારણ્ય અમલીકરણ કરવામાં આવશે.

15 એકર જમીન મળતાં જ 4 કરોડના ખર્ચે અભયારણ્યને ટુરીઝમ પોઇન્ટ બનાવાશે
પાટણ જિલ્લાનું પ્રવાસી સ્થળ તરીકે ઓળખાતું કોડધા અભ્યારણમાં પ્રવાસીઓની સુવિધાઓ વધે ,પક્ષીઓ અને પ્રાણીઓના પોઇન્ટ ,સહિત ડેવલોપમેન્ટ કરી એક ટુરીઝમ પોઇન્ટ બને માટે સરકાર માંથી 4 કરોડની ગ્રાન્ટ ફળવાઈ છે.15 હેકટર જમીનની માંગણી કરાયેલ છે.રેવન્યુ માંથી જમીન ફાળવણી થતા અભ્યારણમાં ટુરિઝમ પોઇન્ટ માટેની કામગીરી કરાશે.

અન્ય સમાચારો પણ છે...