મતગણતરી:હારિજ માર્કેટયાર્ડની ચૂંટણીમાં 80 ટકા મતદાન, આજે મતગણતરી હાથ ધરાશે

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિનહરીફ કરવાના પ્રયાસો છતાં ચૂંટણી ટાળી શકાઈ નહીં
  • સહકારી આગેવાનો અને ભાજપ સંગઠનના પદાધિકારીઓએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું

જિલ્લાના સહકારી ક્ષેત્રમાં મહત્વનું સ્થાન ધરાવતી હારિજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકો પર 11 ઉમેદવારોએ ઝંપલાવતા પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં 80 ટકા જેટલું મતદાન થયું હતું. મંગળવારે સવારે 9:00 કલાકે મત ગણતરી શરૂ થશે હારિજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ખેડૂત વિભાગની 10 વેપારી વિભાગની ચાર અને ખરીદ વેચાણ વિભાગની બે મળી કુલ 16 બેઠક માટે ચૂંટણી જાહેર થઇ હતી. જેમાં વેપારી વિભાગની ચાર અને ખરીદ વેચાણ વિભાગની બે બેઠકો બિનહરીફ થઇ હતી.

ખેડૂત વિભાગની 10 બેઠકો સામે 11 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. જેમાં માર્કેટ યાર્ડના વર્તમાન ચેરમેન ભગાભાઈ ચૌધરી તાલુકા સંઘના ચેરમેન વાઘજીભાઈ ચૌધરી, માર્કેટયાર્ડના પૂર્વ વાઇસ ચેરમેન રામજીભાઈ દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ રાજુભાઈ દેસાઈ અને હારિજ શહેર ભાજપ મહામંત્રી રમેશજી ઠાકોર સહિતના આગેવાનોએ ચૂંટણી જંગમાં ઉમેદવારી કરી હોવાથી પ્રતિષ્ઠાનો જંગ જામ્યો હતો.

ચૂંટણીમાં ખેડૂત વિભાગના 862 મતદારોમાંથી 689 મતદારોએ મતદાન કર્યું હતું. જોકે અગાઉની ચૂંટણી કરતાં મતદાન ઓછું થયું હતું. પરંતુ આ ચૂંટણીમાં સહકારી આગેવાનો અને ભાજપ સંગઠનના પદાધિકારીઓ એ ઉમેદવારી કરી છે.

અન્ય સમાચારો પણ છે...