પાલિકા કામે લાગી:પાટણના 85 રોડ-રસ્તાના કામો પૂરા કરવા પાલિકા કામે લાગી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ નગરપાલિકા દ્વારા મંજૂર 6 કરોડના કામો માટે એજન્સીઓ સાથે કરાર કરાયા

પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મંજુર કરવામાં આવેલા રોડ-રસ્તાના કામો માટે સોમવારે એજન્સીઓ સાથે વાટાઘાટો કરાયા બાદ વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા જ્યારે અન્ય કેટલાક ગામ માટે ટેન્ડર પ્રક્રિયા તેમજ પ્લાન એસ્ટીમેન્ટ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

નગરપાલિકા પ્રમુખ સ્મિતા બેન પટેલ, ઉપ-પ્રમુખ ધર્મેશ પ્રજાપતિ, બાંધકામ સમિતિના ચેરમેન શાંતીબેન ગિરીશભાઈ પટેલ, કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલ તેમજ અપક્ષના નેતા દેવચંદ પટેલની હાજરીમાં સોમવારે કોન્ટ્રાક્ટર એજન્સીઓને બોલાવીને વર્ક ઓર્ડર આપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી,જેમાં નગરપાલિકાની પાછળના ભાગે શેડ બનાવવાની કામગીરીમાં ટેન્ડર ૩૬ ટકા ઊંચું આવેલું હોવાથી રદ કરવામાં આવ્યું હતું.

બાંધકામ સમિતિના ચેરમેનના જણાવ્યા મુજબ રૂ.૧ કરોડ ૨૩ લાખના ૧૯ વિસ્તારના સીસી ટ્રિમિક્સ રોડ, રૂ.૨ કરોડ ૫૧ લાખ ના પાંચ વિસ્તારના સીસી રોડ તેમજ રૂ.૮૦ લાખના ખર્ચે નવ વિસ્તારના ડામર પેવર માર્ગો માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા.

અગાઉ રસ્તાઓનું પેચ વર્ક કરવા રૂ. દોઢ કરોડનું વાર્ષિક ટેન્ડર મંજૂર કરાયું હતું
આ ઉપરાંત શહેરી વિસ્તારમાં રસ્તાઓનું પેચ વર્ક કરવા માટે રૂ. દોઢ કરોડનું વાર્ષિક ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. અગાઉ મેટલ અને પેવર કામગીરીના જે ટેન્ડરોમા ડિપોઝિટ ભરવા માટે સૂચના આપી હતી તે અરજદારો દ્વારા ૨૧ એપ્રિલે ડિપોઝિટ જમા કરાવશે એટલે ૧૬ રસ્તાઓના વર્ક ઓર્ડર આપી દેવામાં આવશે જ્યારે ૩૫ જેટલા કામો એસ ઓ આર મામલે હડતાલ તેમજ સમય મર્યાદામાં કામ પૂરા ન થઈ શક્યા હોય તે ઝડપથી પૂરા કરવા એજન્સીને તાકીદ કરવામાં આવી હતી. તાજેતરમાં રૂ. પાંચ કરોડના કામો મંજૂર કરાયા હતા જેમાં કન્સલ્ટન્ટને પ્લાન એસ્ટીમેન્ટ તૈયાર કરવા સુચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...