તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:2 વર્ષ અગાઉ દીવાલનું બાંધકામ શરૂ કરતાં ત્રણેય મકાનોનો સાંકડો બન્યો

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

બગેશ્વર મહાદેવ મંદિરને અડીને મંદિરની જગ્યામાં ચન્દ્રસિંહ અને તેના કૌટુંબિક ભાઈઓના 3 મકાનો છે.જ્યાં તેઓ બે પેઢીથી ભાડે રહે છે.બાજુમાં થોડું અંતર છોડીને રામજી મંદિર અને તેમની જગ્યા આવેલી છે. બંને મંદિરો વચ્ચે આમના મકાન આવે છે.જેથી બહાર નીકળવા માટે પહેલા વધુ જગ્યા હોઈ આસાનીથી વસ્તુઓ લઈ પસાર થઇ શકતા હતા. પરંતુ બે વર્ષ અગાઉ રામજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા દીવાલનું બાંધકામ શરૂ કરતાં ત્રણેય મકાનોને પસાર થવા માટેનો રસ્તો એક જ માણસ નીકળી શકે તેટલો સાંકડો બની ગયો હતો.

જેથી પરિવાર દ્વારા ટ્રસ્ટીઓને દીવાલ થોડી દૂર બનાવી રસ્તો પહોળો રાખવા માંગણી કરી હતી. પરંતુ ટ્રસ્ટીઓએ તેમની માંગણી ન માની, જેથી લાંબા સમયથી વિવાદ ચાલતો હતો.કોઈ કારણોસર દીવાલનું કામકાજ બંધ કર્યું હતું. પરંતુ ફરી 4 દિવસ અગાઉ ટ્રસ્ટીઓએ અધૂરું કામ શરૂ કરતાં ફરી વિવાદ વકર્યો હતો અને ચન્દ્રસિંહે ટ્રસ્ટીઓને દીવાલ તોડી દૂર બનાવવા માટે કહેવા છતાં ન માનતાં ટ્રસ્ટી સાથે રકઝક થઈ હતી. અનેક જગ્યાએ રજૂઆત કરવા છતાં માંગણી નહીં સ્વીકારાતાં હતાશ હતા તેવું કૌટુંબિક ભાઈ અશોકભાઈ ઠાકોરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો