ઉગ્ર આંદોલનની ચીમકી:સમીનાં વિવિધ વિસ્તારોમાં અસહ્ય ગંદકી અને પીવાના પાણી સહિતની સમસ્યાને લઇ કોંગ્રેસ આકરા પાણીએ

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા કાર્યકરોએ સરકાર વિરુદ્ધ બેનરો, સુત્રોચ્ચાર સાથે રેલી યોજી વિરોધ કર્યો

ગંદકી અને પીવાના પાણી સહિતની સમસ્યાઓના મામલે મંગળવારના રોજ સમી ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધના બેનરો અને સૂત્રોચ્ચાર વચ્ચે રેલીનું આયોજન કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

રોગચાળો ફેલાવાની ભીતિ
પાટણ જિલ્લાના સમી ખાતે છેલ્લા ધણા સમયથી વિવિધ વિસ્તારોમાં સજૉયેલી અસહ્ય ગંદકી અને પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ના અભાવને કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો ગંદકીના કારણે લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઇ રહી છે.

વિરોધ પ્રદર્શન
આ સમસ્યાના નિવારણ માટે તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી હાથ ધરવામાં નહીં આવતાં આ સમસ્યાના તાત્કાલિક નિવારણની માંગ સાથે મંગળવારના રોજ મહિલા કોંગ્રેસ દ્વારા સમીની મુખ્ય બજાર સહિત વિવિધ માર્ગો પર ભાજપ વિરુદ્ધ બેનરો સાથે રેલી યોજી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

આંદોલનની ચીમકી
મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મહિલા પ્રમુખ જયાબેન સોનીએ ભાજપ સામે પોતાની તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, જો સમી ખાતેનાં વિવિધ વિસ્તારોમાં સજૉયેલી અસહ્ય ગંદકી સહિત પીવાના પાણી સાથેની પ્રાથમિક સુવિધાઓ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ બનાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર વિરુદ્ધ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે અને તેની સંપૂર્ણ જવાબદારી પણ તંત્રની રહેશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...