તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:બે દિવસથી ખાન સરોવરનું પાણી ન મળતાં કોંગ્રેસનો માટલાં ફોડી વિરોધ

પાટણ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસ કાર્યકરોએ ભાજપના સદસ્યો અને પાલિકા કર્મીઓ સામે રોષ ઠાલવ્યો
 • શુક્રવારે સાંજે સાયફનની સફાઈ પૂર્ણ થતા નગરપાલિકાએ પાણી વિતરણ શરૂ કર્યું હતું

પાટણ શહેરને પીવાનું પાણી અપાતાં ખાન સરોવર ખાલી થઇ જતા શહેરમાં બે ટાઈમ પાણી ન મળતાં કોંગ્રેસ દ્વારા પાણીના પ્રશ્નને લઇ પાલિકા સામે આક્રોશ વ્યક્ત કરી માટલા ફોડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા સરોવરમાં કચરાવાળું પાણી આવતા કેનાલના સાયફનની સાફ સફાઈ માટે પાણી બંધ કરાયું હોઈ સાંજે રાબેતા મુજબ પાણી શરૂ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.પાટણ શહેરના કોટ વિસ્તારમાં આવતા અડધા શહેરમાં પાલિકા દ્વારા ખાન સરોવરમાંથી પાણી ફિલ્ટર કરી પીવા માટે આપવામાં આવે છે.

ત્યારે ગુરુવારે સાંજે અને શુક્રવારે સવારે શહેરમાં પીવાનું પાણી ન અપાતાં રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે ચૂંટણી ટાણે લોકોને પાલિકા દ્વારા પીવાના પાણી ન અપાતાં પાલિકાના કર્મચારીઓ અને ભાજપના સદસ્યો સામે કોંગ્રેસના સભ્યો દ્વારા શહેરના જૂનાગંજ ખાતે માથે માટલા ઉપાડી જૂનાગંજમાં પરિભ્રમણ કરી ચોકમાં માટલા ફોડી પાલિકા અને ભાજપ સામે વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં કોંગ્રેસના ભરત ભાટિયા સહિતના સભ્યો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો