ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ અને ત્યારબાદ તમામ રાજકીય પાર્ટીઓએ મોટાભાગના મુરતિયાઓની જાહેરાત કરી દીધી છે. હવે તમામ ઉમેદવારો પોતાનું ચૂંટણી ફોર્મ ભરવા માટે તૈયારી કરી રહ્યા છે. ઉમેદવારો સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બને એના પ્રયાસો કરી રહ્યા છે. જેને લઈને શહેરભરમાં ચર્ચા થઈ શકે. એ મુદ્દો ન વીસરતા હોય એ રીતે પાટણના ઉમેદવાર ડો.કિરીટ પટેલ રજવાડી ઠાઠમાં ઘોડેસવારી કરીને સમર્થકો સાથે પ્રગતિ મેદાન ખાતેથી ભવ્ય રોડ શો યોજી લોકોના અભિવાદન ઝીલતાં ઘોડા પર બેસી ફોર્મ ભરવા નીકળ્યા હતા.
પહેલાં માતાજીના દર્શન કર્યા
પાટણ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનોખી રીતે ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા. તેઓ નિવાસ સ્થાનેથી સૌ પહેલાં માતાજીના મંદિરે દર્શન કરી ખુલ્લી જીપમાં પ્રગતિ મેદાન પહોંચ્યા હતા. પ્રગતિ મેદાન ખાતેથી ઉમેદવારીપત્ર ભરવા માટે તેઓ ઘોડા પર સવારથઈ રેલવે ગરનાળા પાસે ગાંધીજીની પ્રતિમા સુધી ગયા હતા. ત્યારબાદ રોડ શો આગળ વધ્યો હતો. મામલતદાર કચેરીમાં અધિકારીઓ પાસે જવા રવાના થયા હતા. રોડ શો દરમિયાન રૂટમાં આવતા મહાનુભવોની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા હતા.
કિરીટ પટેલ પોતાના મતવિસ્તારમાં લોકપ્રિય નેતા તરીકે જાણીતા છે. જ્યારે પણ પોતાનું ઉમેદવારીપત્ર ભરવા જાય છે. ત્યારે તેમના વિસ્તારના મતદારો અને સ્થાનિક લોકોમાં હંમેશાં ચર્ચામાં રહે છે. આજે ઉમેદવારીપત્ર ભરવા માટે કિરીટ પટેલ ઘોડા પર સવાર થઈને ગયા હતા.
ડૉ.કિરીટ પટેલ ઘરેથી તિલક લગાવી ઘોડા ઉપર બેસીને પોતાના સમર્થકોનું અભિવાદન જીલતાં જીલતાં પ્રગતિ મેદાન, બગવાડા દરવાજા મેન બજાર, હિગળા ચાચર, ત્રણ દરવાજા થઈ મામલતદાર કચેરી ખાતે પોતાના સમર્થકો સાથે ફોર્મ ભર્યું હતું. કિરીટ પટેલે જણાવ્યું હતું કે, આ રોડ શો માં મારા સમર્થકો આવ્યાં છે હું 50 હજાર મતોથી વિજય બનીશ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.