માર્ગ મકાન મંત્રીને રજૂઆત:શહેરની ટીપી સ્કીમ ટૂંકમાં લીલીઝંડી મળશે રીંગરોડ માટે વિભાગમાંથી માહિતી મંગાવી

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા પ્રમુખ સહિત પ્રતિનિધિ મંડળ શહેરી વિકાસ અને માર્ગ મકાન મંત્રીને રજૂઆતો કરી

પાટણ શહેરની ટાઉન પ્લાનિંગ યોજના નંબર 2 છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ દસ્તાવેજી કવેરીના કારણસર અટકેલી પડી છે. જેમાં મંગળવારે રાજ્યના શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયાએ ફાઈલ મંગાવી બે-ત્રણ દિવસમાં નિકાલ કરવા ખાતરી આપી હતી.જ્યારે માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ શહેર ફરતો રીંગ રોડ બનાવવાની રજૂઆત અંગે ઝડપી કામગીરી કરવા ખાતરી આપી હતી.

નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, પાલિકાના ચેરમેનો જયેશ પટેલ, દીક્ષિત પટેલ, અલકાબેન મોદી, પક્ષના નેતા દેવચંદ પટેલ અને સંગઠનના ગૌરવ મોદીનું પ્રતિનિધિ મંડળ ગાંધીનગર ગયું હતું અને મંત્રીઓ સમક્ષ રજૂઆત કરતાં ટીપી સ્કીમની ફાઈલ બે-ત્રણ દિવસમાં ક્લિયર થઈ મુખ્યમંત્રી પાસે જશે અને ટૂંકમાં મંજૂરી મળી જશે. જ્યારે રીંગરોડ માટે મંત્રીએ વિભાગમાંથી માહિતી મંગાવી છે. પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા શહેરના અંબાજી નેળિયા,હાસાપુર થી ફાઇવ એલ.પી ભવન અને ટીબી ત્રણ રસ્તાથી પાયલ પાર્કથી ઉંઝા ત્રણ રસ્તા સુધીના રોડની કામગીરી માટે તાંત્રિક મંજુરી આપી હતી. આ ઉપરાંત પંપીંગ સ્ટેશનો પર સોલર યુનિટ માટે પણ રજૂઆત કરી છે તેમ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...