• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The City Of Patan, Which Was Ranked Second As The Cleanest City, Became A Realm Of Dirt, With Piles Of Rubbish On Both Sides Of The Road.

ગંદકીનું સામરાજ્ય:સ્વચ્છ શહેર તરીકે બીજો નંબર પ્રાપ્ત કરનાર પાટણ શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામરાજ્ય સર્જાયું, રોડની બન્ને સાઈડ કચરાના ઢગલા

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડની બન્ને સાઈડ ગંદકીના ઢગ ખડકાતા માખણીયાપુરાનો 12 ફુટનો માર્ગ ફકત 2 ફુટનો થઈ ગયો

સ્વચ્છ શહેર તરીકે બીજો નંબર પ્રાપ્ત કરનાર પાટણ શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામરાજ્ય સર્જાયું છે. શહેરના માખણીયાપુરા વિસ્તારમાં ઘન કચરાના નિકાલની જગ્યા ઉપર અહીંથી પસાર થવા બાર ફૂટ પહોળો રોડ પાલિકા દ્વારા બનાવવામાં આવ્યો છે, પરંતુ પાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા શહેરમાંથી ઉલેચવામાં કચરાના ટ્રેકટરો ઘન કચરા સ્થળે ખાલી કરવાની જગ્યાએ ઉપરોક્ત રોડની બન્ને સાઈડ ઠલવી દેતાં હોવાનાં કારણે બાર ફુટ પહોળા રસ્તાની પહોળાઈ ઘટીને માંડ બે ફૂટની થઈ જવા પામી છે. જ્યારે શહેરના વોર્ડ નં 10 માં આવેલીકાલીબજાર તરફ જવાના માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી લીકેજ બનેલી પાઈપનાં રિપેરીગ કામ માટે પાલિકા દ્વારા કરાયેલા ખોદકામનુ પુરાણ કરવામાં નથી આવ્યું.

આ ઉપરાંત ચમાર કુંડમાં જવાનો રસ્તો તો સદંતર બંધ થઈ જતા મરેલા ઢોરને રોડની સાઇડમાં પાલિકાનાં કમૅચારીઓ નાખી ને જતાં રહેતા હોય છે. જેનાં કારણે આ વિસ્તારના લોકોને અસહ્ય દુર્ગંધ સાથે નકૉગારની સ્થિતિ ભોગવવી પડી રહી છે.

માખણીયા પુરા વિસ્તારની સમસ્યાથી આ વિસ્તારના લોકો એ બે દિવસ અગાઉ પાલિકા પ્રમુખનો ટેલિફોનિક સંપર્ક કરી અવગત કર્યા હતા, પરંતું આ ગંદકીની સમસ્યાનું નિવારણ લાવવા માટે તેઓ પણ લાચાર હોય તેવી પરિસ્થિતિ તેઓના જવાબ ઉપરથી અનુભવતા આ વિસ્તારના રહીશોએ સોમવાર સુધીમાં માખણીયાપુરા વિસ્તારની ગંદકી દુર કરી રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તો નાં છુટકે આ વિસ્તારના ખેડૂતો અને રહિશોને પાલિકાના વાહનો રોકી માર્ગ ચક્કાજામ કરવાની ફરજ પડશે. તેવી ચિમકી આપવામાં આવી હોવાનું આ વિસ્તારના ખેડૂત જયેશભાઈ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...