તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાટણ પાલિકાની ચૂંટણીમાં ભાજપના પાલિકા ઉપપ્રમુખને વોર્ડ 9 માં ટિકિટ માટે અનેક પ્રયાસ બાદ પણ ફોર્મ ભરાવવા છતાં મેન્ડેડ ન મળતા નારાજગી જોવા મળી હતી. ત્યારે તેમની નારાજગી દૂર કરવા માટે પક્ષ દ્વારા ટિકિટના બદલે શહેર ઉપપ્રમુખનો હોદ્દો આપી મનાવવનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
પાટણ પાલિકામાં વોર્ડ નંબર 9માં 2800થી વધુ દેવીપૂજક પટ્ટણી સમાજનું મતદાન હોઈ ભાજપના નેતા ગણાતા પાલિકા ઉપપ્રમુખ દિનેશ પટ્ટણીએ ભાજપમાંથી પાલિકાની ટિકિટની માંગણી કરી હતી. પરંતુ પક્ષે સ્ત્રી ઉમેદવારને ટિકિટ આપતા સમાજ દ્વારા વિરોધ દર્શાવતા મહિલા ઉમેદવારે દાવેદારી ન નોંધાવતા પક્ષે દિનેશ પટ્ટણીને અને બીજી મહિલા ઉમેદવારને ફોર્મ ભરાયું હતું. અંત સમય સુધી તેમને પક્ષ ટિકિટ આપનાર હોવાની જાહેરાત કરતા જોવા મળ્યા હતા.
પરંતુ પક્ષે મેન્ડેડ ન આપતા તેમનું ફોર્મ રદ થતા સ્થાનિક શહેર ભાજપ સામે નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. ત્યારે તેમની નારાજગી પક્ષને વોર્ડમાં ભારે ન પડે તેવા ડરથી તેમને મનાવવા માટે શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી દ્વારા શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકે તેમની નિમણુંક કરવામાં આવતા શહેર ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પાલિકાની ચૂંટણી ટાણે જ ભાજપમાં રિસામણાં અને મનામણમાં પર સૌ કોઈની નજર મંડાઈ છે.
હું મારા ઘરમાં પાછો આવ્યો અને પક્ષે મને હોદ્દો આપ્યો તેની ખુશી છે.
પૂર્વ પાલિકા ઉપપ્રમુખ દિનેશભાઈ પટ્ટણીએ જણાવ્યું હતું કે હું મૂળ ભાજપમાં જ હતો. પરંતુ થોડા સમય અગાઉ કોંગ્રેસમાં ચૂંટણી લડ્યો હતો. અને ફરી પરત હું ફરી મારા ઘરમાં (ભાજપમાં ) પાછો આવ્યો છું. અને હાલ ઘરે જ છું તેઓ મારો અહેસાસ છે. પક્ષને એવું લાગ્યું કે બે પાટીદારોને વોર્ડમાં ટિકિટ આપવાથી આપણે આખી પેનલ જીતી શકી છું એટલે કદાચ મને ટિકિટ આપી નથી તેનું હવે કોઈ મનદુઃખ નથી. પક્ષે મને શહેરનો ઉપપ્રમુખ બનાવ્યો છે તેની મને ખુબ ખુશી છે.
દિનેશ પટણી નગરપાલિકાના ઉપપ્રમુખ પછી હવે શહેર ભાજપના ઉપપ્રમુખ બન્યા
દિનેશ પટણી વર્ષ 2015માં કોંગ્રેસ પક્ષ વતી ચૂંટાયા હતા અને તેમને નગરપાલિકાના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જે તે વખતે પદ ગ્રહણ વખતે પટણી સમાજના આ પ્રદેશ નેતા પણ હાજર રહ્યા હતા અને સૌ પ્રથમવાર પટણી સમાજને આ ગૌરવ મળ્યું હોવાની લાગણી વ્યક્ત કરી હતી. પરંતુ આગળ જતા વિકાસ કામોમાં તેમને ન્યાય ન મળતા તેઓ તત્કાલિન પાલિકા પ્રમુખ મહેન્દ્ર પટેલ સાથે ભાજપમાં ભળી ગયા હતા. હવે તેઓ પાટણ શહેર ભાજપના ઉપપ્રમુખ બન્યા છે. પાટણ પાલિકાની ચૂંટણીમાં ટિકિટ ન મળતાં તેમની નારાજગી અને પક્ષને નુકસાન થવાના ભયથી શહેર ભાજપ ઉપપ્રમુખને તાજ સોંપાયો હોવાનું શહેરમાં હાલ તો ચર્ચાઈ રહ્યું છે. દિનેશભાઈ આ વાતને રદીયો આપી પક્ષ સાથએ હોવાનું કહી રહ્યા છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.