તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંકલ્પ:પાટણને પ્લાસ્ટિક મુક્ત કરવા નગરપાલિકાનાં ચીફ ઓફીસરે બીડુ ઉઠાવ્યું

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી 90 દિવસમાં પાટણને પ્લાસ્ટીક મુકત કરવાનો સંકલ્પ

સ્વચ્છતા અભિયાન હેથળ પાટણ નગરપાલિકાનાં ચીફઓફીસર પાંચાભાઇ માળીએ પાટણને 90 દિવસમાં સ્વચ્છ કરવાનો સંકલ્પ કર્યો છે. રાજ્ય સરકારે પ્લાસ્ટિકની વસ્તુ પર પ્રતિબંધ મુકવા છતાં તેનું વેચાણ તો થઇ જ રહ્યું છે. ત્યારે પાંચાભાઇ માળીએ પાટણને પ્લાસ્ટિક મુક્ત કરવાનું બીડુ ઉઠાવ્યું છે.

પાંચાભાઈ માળીએ જણાવ્યું કે. પાટણ શહેરમાં વધી રહેલા પ્લાસ્ટિકનાં ઉપયોગ સામે જન જાગૃતિ લાવવાનાં તેમનાં પ્રયાસો ધીમે ધીમે સફળ થઈ રહ્યા છે. પાટણમાં ક્યાંય પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થતો જોવા મળશે તો તેનાં વપરાશક્ત સામે સખ્ત પગલાં લેવામાં આવશે, આવા લોકોનાં કારણે પાટણને પ્લાસ્ટિકમુક્ત કરવાનું સ્વપ્ન સાકાર થતું નથી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જે લોકો પ્લાસ્ટિકમાં સામાન ખરીદીને ઘેર લઈ જાય છે તેઓ સાથે ભૂત લઈ જાય છે. પ્લાસ્ટિકનાં કારણે ધરતી બંજર બની રહી છે. ધરતી સજીવ હોવા છતાં પણ તે મરવા લાગી છે.

પાંચાભાઇ માળીએ ગામડામાંથી પાટણમાં ખરીદી કરવા આવતા લોકોને માટે પણ જણાવ્યું કે, તેઓ ભલે પાટણમાં આવે અને આખું પાટણ ખરીદીને લઈ જાય પણ તેઓ પાટણમાં હટાણુ કરવા માટે આવે તો તેઓ કપડાની થેલી લઈને આવે. પાટણનાં સ્થાપના દિનથી આગામી પાંચ જુન એમ 90 દિવસ સુધીમાં મારે પાટણને પ્લાસ્ટિક મુક્ત કરવાનો સંકલ્પ છે અને એ માટે અમારી નગરપાલિકાની ટીમ તૈયાર છે અને તે પ્લાસ્ટિકમાં લઈ જવાતો સામાન જપ્ત કરી લેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો