તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:કુલપતિએ ત્રણ મુદ્દાઓ પર ચર્ચા કરવા બોલાવેલી કારોબારી કોરમ ન થતાં રદ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઈન મિટિંગમાં 6ની જગ્યાએ ચાર સભ્યો જોડાયા
  • પરીક્ષા, રોજગાર લક્ષી અને ખેડૂતોના વળતર ચુકવણી મામલે અર્જન્ટ કારોબારી બોલાવી

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કુલપતિ દ્વારા ત્રણ મહત્વના મુદ્દાઓને લઇ તાત્કાલિક કારોબારી બેઠક બોલાવી હતી. પરંતુ સભ્યો કામના કારણે હાજર ન રહી શકતા ઓછા સભ્યોના કારણે બેઠક નોન કોરમ થતાં રદ કરવી પડી હતી.યુનિવર્સિટીના કુલપતિ ડૉ.જે.જે. વોરા દ્વારા શુક્રવારે 50 જેટલા છાત્રોને એપ્રિટન્સ અંતર્ગત રોજગાર આપવા માટે, કોર્ટ દ્વારા આપવામાં આવેલ વળતર ચૂકવણીના હુકમ અને સુજાણપુર કોલેજના 50 છાત્રોની પરીક્ષા લેવી કે નહીં તેવા 3 મહત્વના મુદાઓ અંગે તાત્કાલિક નિર્ણય લેવા જરૂરી લાગતા 12 વાગે અર્જન્ટ ઓનલાઇન કારોબારી બેઠક બોલાવવામાં આવી હતી.

જેમાં ઇસી સભ્ય શૈલેષ પટેલ, દિલીપ ચૌધરી અને સ્નેહલ પટેલ અને કુલપતિ મળી 4 સભ્યો જોડાયા હતા. ત્યારે બેઠક માટે ઓછામાં ઓછા 6 સભ્યો હોવા જોઈએ જે પુરા ન થતા કુલપતિ દ્વારા બેઠક નોન કોરમ જાહેર કરી હાલમાં રદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...