• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Chancellor Wrote A Letter To The Government Asking For Time To Take Action Against The Real Culprits Involved In The Scam

MBBS ગુણ કૌભાંડ:કુલપતિએ સરકારને પત્ર લખી કૌભાંડમાં સામેલ સાચા દોષિતો સામે કાર્યવાહી કરવા માટે સમય માગ્યો

પાટણ15 દિવસ પહેલા
  • કુલપતિએ કૌભાંડમાં સામેલ હોવાનો ઇનકાર કર્યો સાચા દોષીતોને પકડવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરવા સરકારને વિનંતી કરી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં થયેલા MBBS ગુણ સુધારણા કૌભાંડમાં કુલપતિ સહિત દોષિતો સામે કાર્યવાહી કરવા સરકારે થોડા દિવસો પહેલાં આદેશ કર્યો છે. જેથી આ બાબતે વધુ તપાસની જરૂર હોવાના સૂચન સાથે કસૂરવારો સામે કાર્યવાહી કરવા માટે કુલપતિએ સરકાર સમક્ષ સમય માગવા માટે પત્ર લખ્યો છે.

યુનિવર્સિટીમાં MBBSના ત્રણ વિદ્યાર્થીઓને નપાસમાંથી પાસ કરવાનું કૌભાંડ અધિક સચિવની તપાસમાં સાબિત થયું હતુ. જેથી સરકારે સાત દિવસમાં દોષિતો સામે કાર્યવાહી કરવા આદેશ આવ્યા છે. કૌભાંડોમાં દોષિત સાબિત થયેલા કુલપતિ કારોબારીના ચેરમેન હોવાથી આ બાબતે કસૂરવારને જ સજા થાય તે માટે સરકાર સમક્ષ સમય માંગતો પત્ર લખ્યો છે.

આ બાબતે કુલપતિ જે.જે.વોરાએ જણાવ્યું હતું કે, ગેરરીતિ થઈ છે, પરંતુ ગેરરીતિ કોઈ એકાદ બે લોકોએ બધાને અંધારામાં રાખીને કરી છે. હું સ્પષ્ટ કહું છું કે હું આ બાબતે કંઈ જાણતો નથી. મારી જાણ બહાર બધું થયું છે. એટલે જ આ બાબતે તપાસ સોંપી હતી. રીએસેસમેન્ટ કરનાર ઘણા લોકો હોય છે. બે લોકોના ગુનાની બધાને સજા કરી શકાય નહીં. એટલે ખરેખર જે લોકોએ આ ગેરીરીતિ કરી છે. તેની સામે જ કાર્યવાહી થાય તે માટે ઉંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી છે. જેના માટે જ મેં સરકાર સમક્ષ સમય માંગ્યો છે.સરકારના અભિપ્રાય બાદ કોઈ નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...