ફી માફીના પરિપત્રનો મામલો:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનોના વિરોધ સામે કુલપતિ નરમ પડ્યા

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલપતિએ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાની લેખિતમાં ખાતરી આપી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીજી સેમેસ્ટર-2માં કરાયેલી 50% ફી માફીનાં પરિપત્રને કોલેજ સંચાલકોની રજૂઆતનાં પગલે યુનિવર્સિટીનાં કુલપતિ દ્વારા રદ્ કરવામાં આવતાં વિધાર્થી સંગઠનમાં તેનાં ધેરા પ્રત્યાઘાતો પડયા છે. છેલ્લા ત્રણ દિવસથી વિધાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને NSUI પાટણ જિલ્લા દ્વારા વિવિધ કાર્યક્રમો આયોજીત કરી યુનિવર્સિટી દ્વારા રદ્ કરવામાં આવેલ PG સેમ 2 માં 50 % ફી નાં પરિપત્ર ને પુનઃ માન્ય રાખવાની માંગ કરવામાં આવી રહી હોવા છતાં યુનિવર્સિટી નાં કુલપતિ ની કોલેજ સંચાલકો સાથે ની સાંઠ ગાંઠ હોવાથી આ ફી ઘટાડાનો પરિપત્ર કુલપતિ દ્વારા પુનઃ કરવામાં ન આવતો હોવાના આક્ષેપ વિધાર્થી સંગઠન દ્વારા કરવામાં આવી રહ્યા છે.

મંગળવારના રોજ વિદ્યાર્થી સંગઠન દ્વારા પરિપત્ર રદ્ કરવાનાં મામલે યુનિવર્સિટીના કુલપતિને રૂબરૂ મળીને ઉગ્ર રજૂઆત કરવામાં આવતાં આખરે કુલપતિ દ્વારા વિધાર્થી સંગઠનોને લેખિતમાં બાંહેધરી આપી વિધાર્થી હિતમાં નિર્ણય લેવાશે તેવી હૈયાધારણા આપવામાં આવી હોવાનું વિધાર્થી સંગઠને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...