નિર્ણય:પાલિકા પ્રમુખ અને સીઓ હાજર ના હોય ત્યારે ચેમ્બર બંધ રહેશે

પાટણ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ત્રણ દિવસથી બંનેની ગેરહાજરીમાં ચેમ્બરને તાળાં લાગ્યાં
  • વિરોધ પ્રદર્શન અને માટલાં ફોડવા જેવો વિરોધ થતાં નિર્ણય લેવાયો

પાટણ નગરપાલિકામાં તાજેતરમાં કેટલાક વિસ્તારના રહીશો સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા પીવાના પાણીના પ્રશ્ને પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બરમાં પ્રવેશ કરીને ટેબલ પર અને ખુરશી ઉપર માટલા ફોડવાની ઘટના બની હતી તેને ધ્યાને લઇ હવે પ્રમુખ અને ચીફ ઓફિસર ઓફિસમાં હાજર ના હોય ત્યારે ચેમ્બર બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે અને તેનું અમલીકરણ પણ થઇ ગયું છે છેલ્લા ત્રણ દિવસથી તેમની ગેરહાજરીમાં ચેમ્બરને તાળું મારવામાં આવે છે. સિક્યોરિટી ગાર્ડ રાખવા પણ વિચારણા કરવામાં આવી રહી છે.

પાટણ શહેરના ચાર જેટલા વોર્ડ ના અલગ અલગ વિસ્તારોમાં પીવાનું પાણી પૂરતું ન મળતું હોવાના કારણે તેમજ દૂષિત મળતું હોવાની ફરિયાદને લઇ ઉગ્ર દેખાવો થયા હતા જેમાં પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બરોમાં ટેબલ ખુરશી ઉપર ફોડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પ્રમુખ દ્વારા કોંગ્રેસ પક્ષની ઝાટકણી કાઢવામાં આવી હતી અને હવે આવી કોઇ ઘટના ન બને તે માટે પ્રમુખ અને ચીફ ઓફિસર હાજર નહીં હોય તો તેમની ચેમ્બરમાં તાળા મારી બંધ રાખવા સુચના આપવામાં આવતા જેનો અમલ શરૂ કરાયો છે. સિક્યોરિટી ગાર્ડ રાખવા માટે પણ ચિફ ઓફિસર અને પ્રમુખ સ્તરે ધ્યાન દોરવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...