• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Chairman Of District Agriculture Bank At Chanasma Was Given A Grand Welcome By The Chairman Of Chanasma Agriculture Bank.

સ્વાગત:ચાણસ્મા ખાતે આવેલી જિલ્લા ખેતી બેન્કના ચેરમેનનું ચાણસ્મા ખેતી બેન્કના ચેરમેન દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાલ ઓઢાડી અને મોમેન્ટો આપીને કરાયું સ્વાગત

ધ એગ્રીકલ્ચર બેંક મહેસાણા શાખાના નવનિયુક્ત પ્રમુખ રામજીભાઈ ચૌધરી ચાણસ્મા ખાતે આવેલી ખેતી બેન્કની મુલાકાતે આવ્યા હતા. જેમનું ચાણસ્મા ખેતી બેન્કના નવનિયુક્ત ચેરમેન નાનજીભાઈ ચૌધરી કમાલપુર વાળાએ સાલ ઓઢાડી અને મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું.

જિલ્લા ખેતી બેન્કના ચેરમેન રામજીભાઈ ચૌધરી અને ચાણસ્મા ખેતી બેન્કના ચેરમેન નાનજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ચાણસ્મા તાલુકાના ખેડૂતોને સરળતાથી અને ઓછા વ્યાજે ધિરાણ મળી રહે તેમજ પશુપાલકોને તબેલો બનાવવા માટે જે જોઈએ તે મળી રહે એના માટે યોગ્ય લોન કામગીરી અને વ્યવસ્થા કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખેતી બેંક એ ખેડૂતો માટેની બેંક છે અને સાચા અર્થમાં ખેડૂતોને આર્થિક રીતે પગભર બનાવીને સૌ સાથે મળીને આર્થિક રીતે મજબૂત અને પગભર બને તે દિશામાં કામગીરી કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે બેંકના ડિરેક્ટર મહેન્દ્રભાઈ દેસાઈ, લાલભાઈ પટેલ તેમજ ચાણસ્મા ખેતી બેન્કના મેનેજર પ્રિયંકાબેન ચૌધરી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...