તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર ઉંઘમાં:હારીજની બજારોમાં લાખોના ખર્ચે નાખવામાં આવેલા CCTV કેમેરા શોભાના ગાંઠીયા સમાન

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar
ફાઇલ ફોટો
  • 64 સી.સી.ટીવી કેમેરામાંથી માત્ર ચાર કેમેરા જ ચાલુ

પાટણ જીલ્લાના હારીજમાં નગર પાલિકા દ્વારા ગત સમયે 38 લાખના ખર્ચે નાખવામાં આવેલ 64 સી.સી.ટીવી વાઇફાઇ ડિજીટલ કેમેરા નગરના મુખ્ય માર્ગો ઉપર ત્રણ કીમી સુધી 31 સ્લેબ નાખવામાં આવ્યા હતા. જે કેમેરા શોભાના ગાંઠીયા સમાન સાબીત થવા પામી રહ્યા છે .

આધુનિક સુવિધાઓ વધે છે તેમ ગુનેગારો પણ આધુનીક ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુનાઓ કરતા હોય છે તેવા સમયે ગુનાઓ રોકવા માટે તિસરી આંખ સમાન સી.સી.ટીવી કેમેરા પોલીસને ગુના ડીટેન કરવામાં અને જનતાને પણ ઉપયોગી બનશે તેવા શુભ આશયથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેનું મોનીટરીંગ હારીજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યું હતું. કેમેરાની સારસંભાળની જવાબદારી હારીજ નગર પાલિકાને સાંપવામાં આવી હતી, પરંતુ નગર પાલિકા દ્વારા કોઇ જ કારની જવાબદારી રાખવામાં ના આવતા કેમેરા છેલ્લા કેટલાક સમયથી સમયસર સર્વીસ ન થવા પામતા બંધ હાલતમાં હોવાથી પોલીસ કે નગરજનોને પણ કોઇ ઉપયોગિતા બની શકતા નથી. ત્યારે વારંવાર બનતી ઘરફોડચીરી બાઈક ઉઠાંતરી નગરના મુખ્ય માર્ગો ઉપર બે રોક ટોક ગુનાઇત પ્રવુતિઓ ટ્રાફીક સમસ્યા વિગેરે સમસ્યાઓ હારીજ નગરમાં જોવા મળી રહી છે ત્યારે નગરની જનતા અને પોલીસમાં ભારે માગ ઉઠવા પામી છે કે નગર પાલિકા દ્વારા તાકીદે સી.સી. ટીવી કેમેરા પુન કાર્યરત કરવામાં આવે.

તાજેતરમાં હારીજ બરોડા બેન્કમાં પણ એક ગરીબ નાગરીકના કોઈ ગઠીયો છેતરપિંડી કરી રૂપિયા 25 હજારની ઉઠાંતરી કરી જતાં જે બાબતે પોલીસે તપાસ હાથ ધરવામાં આવતાં બરોડા બેન્કનો કેમેરો પણ બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસ સૂત્રો દ્વારા નગરમાં કુલ 64 સી.સી.ટીવી કેમેરામાં ફકત ચાર કેમેરા ચાલુ હોવાનુ જાણવા મળી રહ્યું છે. આ બાબતે નગર પાલિકા પ્રમુખ રંજનબેન મકવાણાએ જણાવ્યુ હતુ કે, સિકયુરસ ડિજિટલ કંપનીએ કેમેરા લગાવેલા છે અમે એમને જાણ કરી છે જે ટુક સમયમાં ચાલુ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...