• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Car Of Three Friends Returning From Mehsana After Completing The Admission Work Collided With A Tree Near Balisana In Patan, Killing 2 Friends.

કારનો કચ્ચણઘાણ વળી ગયો:મહેસાણાથી એડમિશનનું કામ પતાવી પરત આવી રહેલા ત્રણ મિત્રોની કાર પાટણના બાલીસાણા પાસે ઝાડ સાથે ધડાકાભેર અથડાય, 2 મિત્રોના મોત

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂરપાટ ઝડપે આવી રહેલી કારનો ગમખ્વાર અકસ્માત, એક મિત્રને ગંભીરઈજા પહોંચતા સારવાર હેઠળ

બાલીસણા-સંડેર હાઇવે ઉપર અલ્ટો કારમાં બેસી ત્રણ મિત્રો મહેસાણાથી અડમિશનનું કામ પતાવી પરત આવી રહ્યા હતા. આ દરમિયાન કાઈ કારણોસર રસ્તાની બાજુમાં આવેલા બાવળના ઝાડ સાથે કાર ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ગાડીમાં આગળ સવાર બે મિત્રોનું ગંભીર ઈજાઓના કારણે ગાડીમાં જ મોત નીપજ્યું હતું. તેમજ ગાડીમાં પાછળ બેઠેલો એક યુવક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં બેભાન અવસ્થામાં 108ની ટીમ દ્વારા તાત્કાલિક ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેથી તેનો જીવ બચી ગયો હતો. જોકે, હજુ સુધી આ ઘટના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

ગાડી ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત
આ અંગે મળતી માહિતી મુજબ મૃતક એક યુવક બાલીસણાનો તેમજ બીજો મુતક યુવક બનાસકાંઠાના થરાના તાણા ગામનો હોવાનું જાણવા મળી રહ્યું છે. પાટણના બાલીસણા સંડેર હાઇવે ઉપર ગુરૂવારે બપોરના સમયે મહેસાણા તરફથી ત્રણ મિત્રો પૂરપાટ ઝડપે ગાડી લઈને આવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક અગમ્ય કારણોસર ગાડી ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી બાવળના ઝાડ સાથે અથડાઈ હતી. જેથી કારનો કચ્ચણઘાણ વળી ગયો હતો.

ઈજાગ્રસ્તને ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ મિત્રોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાંથી બે મિત્રોને માથાના ભાગે ઈજાઓ પહોંચતા ગાડીમાં તેઓના મોત થયા હતા. તેમજ પાછળ બેઠેલા એક યુવકને પણ ગંભીર ઈજાઓ થતાં ગાડીમાં બેભાન અવસ્થામાં પડ્યો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા. તેમજ 108ને જાણ કરાતા 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી ગંભીર ઈજાગ્રસ્ત યુવકને ગાડીનો દરવાજો તોડીને બહાર કાઢી તાત્કાલિક ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો.

દરવાજા તોડી યુવકોને બહાર કાઢવામાં આવ્યાં
108ના પાયલોટ દશરથ કુંભાર અને ઇએમટી ભાવનાબેન દ્વારા અકસ્માતના સ્થળે યુવકોની પડેલી વસ્તુઓ તેમજ રોકડ અને મોબાઈલ એકત્ર કરી ધારપુર સિક્યુરિટી ગાર્ડને સલામત આપી પરિવારની ઓળખ થાય તે માટે પ્રયાસો હાથ ધર્યા હતા. 108ના ઈએમટી ભવના બેન અને પાયલોટ દશરથભાઈએ જણાવ્યું હતું કે, બે યુવકોના ઘટના સ્થળે મોત થયા છે. જ્યારે એક યુવકને ગંભીરઈજા પહોંચતા તેને ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ડ્રાઇવર અને બાજુમાં બેઠેલો યુવાન ગાડી ઝાડ સાથે અથડાવાના કારણે ગાડીના આગળના ભાગે ફસાઈ ગયા હતા. બન્ને દરવાજા તોડી બહાર કાઢવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...