તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:30 માર્ચે પાટણ પાલિકાની વર્તમાન બોર્ડની પ્રથમ સામાન્ય સભામાં બજેટ રજૂ કરાશે

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાટણના પાર્કિંગ એરિયા, રખડતા ઢોર, ટ્રાફિક નિયંત્રણના પ્રશ્નો હલ કરવા લોકોની અપેક્ષા

આગામી 30 માર્ચના રોજ પાટણ નગર પાલિકાની વર્તમાન બોર્ડની પ્રથમ સામાન્ય સભા મળવાની છે. જેમાં અંદાજપત્ર રજૂ કરાશે. ત્યારે શહેરીજનો નવા સત્તાધીશો દ્વારા શહેરમાં ટાઉનહોલ, પાર્કિંગ એરીયા તેમજ ટ્રાફિક નિયંત્રણ જેવી જરૂરીયાતો તરફ ધ્યાન આપે અને તે સુવિધાઓ કરવામાં આવે તેવું ઈચ્છી રહ્યા છે. શહેરના જૂના સમયના બે દરવાજા રિનોવેશન કર્યું છે ત્યારે અન્ય દરવાજાનું રીનોવેશન કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે.

પાટણ શહેરમાં નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ જંગી બહુમતી સાથે ચુંટાઇ આવ્યો છે અને નવા સૂત્રધારો દ્વારા કામગીરી પણ સંભાળી લેવામાં આવી છે. આગામી 30 માર્ચના રોજ વર્તમાન બોર્ડની પ્રથમ સામાન્ય સભા બજેટ માટે મળવાની છે ત્યારે શહેરના રહીશો શું અપેક્ષા રાખે છે તે અંગે રહીશો સાથે વાતચીત કરતા તેમણે અલગ-અલગ અપેક્ષાઓ વ્યક્ત કરી હતી.

શહેરીજનો નવા સત્તાધીશો પાસે આ અપેક્ષાઓ રાખી રહ્યા છે

 • નગરપાલિકાનું નવીન ભવન બનાવ્યું છે ત્યારે હવે જે જુનુ ભવન ખાલી કર્યું છે તેની મરામત કરી ઉપયોગમાં આવે તેવું કાર્યક્ષમ બને તેવી અપેક્ષા પાલિકાના કર્મચારીઓએ વ્યક્ત કરી હતી .
 • શહેરમાં મધ્યમાં કોઈ સારો ટાઉનહોલ નથી ત્યારે ભદ્ર વિસ્તારમાં આ સુવિધા કરવી જોઈએ તેવો મત નીકળી રહ્યો છે.
 • શહેરમાં સાંકડી બજારમાં ટ્રાફિક સમસ્યા રહે છે તેના માટે પર્યાપ્ત નિયંત્રણ વ્યવસ્થા ગોઠવવા વિચારવું જોઈએ. શહેરમાં આવેલા બિનઉપયોગી બગીચામાં પાર્કિંગ એરીયા ડેવલોપ કરી શકાય છે એવો પણ એક સુર છે.
 • નગરમાં જેટલા પણ શ્રેષ્ઠીઓએ એક યા બીજા ક્ષેત્રે પ્રદાન કર્યું છે તેમના બાવલા કે પછી તૈલચિત્ર સ્થાપિત કરવા જોઈએ આ માટે પાલિકા સંકુલ ઉચિત સ્થાન છે .
 • શહેરમાં પાણીનો વપરાશ વિવેકપૂર્વક થાય તે માટે મીટર પ્રથા લાગુ કરવામાં આવે તેવી માંગ છે.
 • રખડતા ઢોરની સમસ્યા હલ કરવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું છે તેમાં નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવું લોકો ઇચ્છે છે.
 • નગરપાલિકા દ્વારા અંડરગ્રાઉન્ડ પાણી અને ગટરના જોડાણ આપવાની કામગીરી એવી રીતે કરવી જોઈએ કે જેથી વારંવાર માર્ગો તોડવા ન પડે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો