તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:પાટણ પાલિકાના બજેટમાં શહેરીજનોને માથાદીઠ રૂ.569નું ભારણ આવશે

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સામાન્ય સભામાં પ્રથમ અંદાજપત્ર વિપક્ષના વિરોધ સાથે બહુમતીથી મંજૂર

પાટણ નગરપાલિકાનું વર્ષ 2020- 21નું સુધારેલ તેમજ 2021 -22નું સામાન્ય બજેટ 30 મંગળવારે યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં ચર્ચાના અંતે મંજૂર કર્યું હતું. આ બજેટમાં જૂના દેવાનો ઉલ્લેખ ન કરીને આખરી ડ્રાફ્ટ્સમાં રૂ.13 કરોડ ઉપરાંતની ખાદ્ય ન દર્શાવી ખર્ચ ઘટાડવા અને આવક વધારવાના સૂચન સાથે રૂ. 183.93 લાખની પુરાંત દર્શાવી છે. પાલિકાને અંદાજે 137 કરોડ 83 લાખથી વધુ સંભવિત આવક થશે. તેની સામે સંભવિત ખર્ચ રૂ. 151 કરોડથી વધારે થશે. પાલિકાની સામાન્ય સભા પ્રમુખ સ્મિતાબેન પટેલના અધ્યક્ષ સ્થાને મંગળવારે સાંજે મળી હતી.

જેમાં નવા નાણાકીય વર્ષ માટે બજેટ રજૂ કર્યું હતું. જોકે આવક કરતા નિભાવણી ખર્ચ વધારે હોવાના કારણે ભૂગર્ભ ગટર સેવા, પાણી પુરવઠા, સ્ટ્રીટ લાઈટ, સફાઇ વેરામાં વધારો કરવાના અભિપ્રાયને સ્વીકાર્યા નથી. પાલિકાના સ્વભંડોળમાંથી વિકાસના કેપિટલ કામોમાં પણ કાપ મૂકવા, પાલિકામાં આવકના કાયમી સ્ત્રોત ઉભા કરવા લોક ભાગીદારીથી વિકાસના કામો કરવા, સો ટકા ઈ-ગવર્નન્સ પદ્ધતિથી વહીવટ કરવાના સૂચન ગ્રાહ્ય રાખ્યા છે.

પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર,સ્ટ્રીટ લાઈટ નું વાર્ષિક વીજ બિલ રૂ.8 કરોડથી વધારે આવતું હોઈ સોલર પાવરનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો હતો. પાલિકાની આવક અને ખર્ચના અંદાજમાં બજેટનું કદ 1 અબજ 37 કરોડ 83 લાખ રૂપિયા છે. ગયા વર્ષે બજેટ 1 અબજ 42 કરોડ 51 લાખ રૂપિયા હતું. જેમાં ચાલુ સાલે ઘટાડો થયો છે. બજેટમાં આવકના 37 સોર્સ દર્શાવ્યા છે સામે ખર્ચ 132 હેતુઓ માટે થશે.

શહેરીજનો દીઠ પાલિકાને ભારણ
(શહેરની જનસંખ્યા :1,45,566)
ભૂગર્ભ ઘાટો : રૂ.173.80
પાણી પુરવઠા ઘાટો:રૂ.549.57
સ્ટ્રીટલાઈટ ઘાટો : રૂ.122.28
વોટરવર્કસ વીજબિલ:રૂ.1099.15
સફાઈ બોજ : રૂ.566.75
બાકી દેવું : રૂ.904.05
માથાદીઠ કુલ દેવું : રૂ.569.26
(શહેરમાં જન્મ લેતું બાળક રૂ.569.26 પૈસાનું કર્જદાર હોય છે)

પ્રથમ સભામાં વિપક્ષ અપક્ષ દ્વારા પસ્તાળ પડી
સભાની શરૂઆતમાં વિપક્ષના ભરત ભાટીયા,અપક્ષ સદસ્ય ડોક્ટર નરેશ દવેએ ચર્ચા દરમિયાન ગરમી લાવી હતી.નરેશ દવે દ્વારા બગવાડા પેટ્રોલ પમ્પ પાછળની જમીન કબજો,ગીતાંજલી છાપરા પાસેના પ્લોટમાં દબાણ,ખાડિયામાં બાંધકામ ગેરકાયદેસર થયું એવા મુદ્દે રજૂઆત કરી.જેની ચર્ચામાં ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ,કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલ,સભ્યો શૈલેષ પટેલ,મુકેશ પટેલ,જયેશ પટેલ,અન્યએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો