ફરિયાદ:યુવતીને ભગાડી જનાર યુવાનના બનેવીએ યુવતીના પિતાને ધમકી આપી 10 લાખ માંગ્યા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ચાણસ્મા પોલીસ મથકે ધનસુરાના વડાગામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

ચાણસ્માની યુવતીને એક વર્ષ અગાઉ ભગાડનાર યુવાનના બનેવીએ યુવતી પાછી જોઈતી હોય તો રૂ.10 લાખની માંગણી કરી મોબાઇલ ફોન પર જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી હોવાની ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ચાણસ્મા શહેરના ત્રિભોવનગર ખાતે રહેતા અરવિંદભાઇ દેવજીભાઇ પટેલની મોટી દિકરીએ એકાદ વર્ષ પહેલા સાગર ભરતભાઇ ચૌધરી(પટેલ) રહે.ચીખલી તા.નવસારી સાથે ભાગીને પ્રેમલગ્ન કરેલ હતા. તેઅોની શોધખોળ કરતા સાગરના બનેવી ધવલકુમાર અેમ.પટેલ રહે.વૃંદાવનપાર્ક સોસાયટી વડાગામ તા.ધનસુરાનો અરવિંદભાઇના સાળા ભવનભાઇ હીરાલાલ પટેલ રહે.ચાણસ્માએ સંપર્ક કરી મળવા ગયા હતા તે વખતે રાજીખુશીથી સાગર સાથે પરણાવવા તૈયારી દર્શાવી દિકરીને પાછી મોકલી અાપવા કહ્યુ હતુ.

પરંતુ ધવલભાઇએ 5-11-2022ના રોજ અરવિંદભાઇને ફોન પર અપશબ્દો બોલી તારા સાળા ભવનને બહુ પાવર છે તેને ચાણસ્માથી ઉપાડી જઈ જાનથી મારી નાખવાની ધમકી અાપી હતી અને તમારી દિકરી પાછી જોઇતી હોય તો રૂ.10 લાખ અાપવા પડશ. આ અંગે અરવિંદભાઇઅે ચાણસ્મા પોલીસ મથકે શખ્સ ધવલભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...