સાંતલપુર તાલુકાના કચ્છના નાના રણમાં રહીને કાળી મજૂરી કરીને મીઠું પકવતા અગરિયાઓ વર્ષો બાદ સોનાનો સુરજ ઉગ્યો હતો આઝાદીના આટલા વર્ષો બાદ છેલ્લા ત્રણ વર્ષ જેટલા સમયથી મીઠાના ઉદ્યોગમાં તેજી રહેતા અગરિયાઓમાં આનંદ છવાયો હતો જેના પરિણામે રણમાં રહીને પેટિયું રળતા અગરિયાઓને મીઠાના પોષણક્ષમ ભાવ મળવા લાગ્યા હતા જેના પરિણામે વર્ષોથી મીઠાના ભાવમાં નરમાશ રહેતા અગરિયાઓ મીઠાનો ઉદ્યોગ છોડી અન્ય વ્યવસાય તરફ વળ્યાં હતા.
પરંતુ છેલ્લા ત્રણ વર્ષ જેટલા સમયથી મીઠાના ઉદ્યોગમાં તેજી રહેતા આઝાદી બાદ પ્રથમ વખત અગરિયાઓ ફરી મીઠા ઉદ્યોગમાં પરત ફરતા 300 જેટલા અગરિયાઓ રણમાં ફરી મીઠાના વ્યવસાયમાં પરોવાયા હતા અને મીઠા ઉદ્યોગમાં રણ ફરી ધમધમતું થયું હતું.અગરિયાઓને એક તરફ તેજીનો લાભ મળવા લાગ્યો હતો તો બીજી તેફ સોલાર યોજનાને પગલે અગરિયાઓ ડીઝલના ખર્ચમાં ઘટાડો થતાં અગરિયાઓને મીઠા પકવવાના ખર્ચમાં પણ ઘટાડો થવા પામ્યો હતો તેમજ અગરિયાઓને મીઠાના હજાર કિલોના 15 થી 20 રૂપિયા મળતા ભાવ 60 થી 70 જેટલા મળતા અગરિયાઓ પોષણક્ષમ ભાવ મળતા અગરિયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
મીઠાના ઉદ્યોગના પરિણામે રોજગારી મીઠા ઉદ્યોગનાં લીધે સાંતલપુરમાં ખુબ વધવા પામી હતી જેના પરિણામે ઉદ્યોગનાં લીધે અન્ય રાજ્યનાં પણ કામદારો અહીંયા આજીવિકા મેળવે છે પહેલા કરતા ત્રીસ ટકા જેટલો રોજગારીમાં વધારો થયો છે તેવું અગરિયા હીતરક્ષક મંચના કો- ઓર્ડિનેટર ઘનશ્યામભાઈ ઝુલા દ્વારા જણાવવામાં આવ્યું હતું
સાંતલપુર રણમાં ચાલુ વર્ષે 18 લાખ ટન મીઠું પાકવાનો અંદાજ
સાંતલપુર રણમાં દર વર્ષે 13 થી 14 લાખ ટન મીઠું પાકે છે જ્યારે કે ચાલુ વર્ષે અગરિયાઓમાં વધારો થતાં 18 થી 20 લાખ ટન મીઠું પાકવાનો અંદાઝ લગાવવામાં આવી રહ્યો છે
રણમાં તંત્રએ અગરિયાઓ માટે વ્યવસ્થા પુરી પાડી
રણમાં અગરિયાઓ માટે તંત્ર દ્વારા પણ કામગીરી કરવામાં આવે છે રણમાં તંત્ર દ્વારા પીવાનું પાણી દરેક અગરિયાને પાણી પુરવઠા વિભાગ દ્વારા સિઝન દરમિયાન ટ્રેકટર દ્વારા સુવિધા ઉભી કરાઇ છે. બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા રણ કેમ્પો અને મેડિકલ વાન રણમાં નિયમિત મોકલી સારવાર અપાય છે.વાન વિકમાં બે દિવસ રણમાં મુલાકાત લે છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.