'મને જાણો' કાર્યક્રમ:પાટણની ફતેહસિંહરાવ લાયબ્રેરીમાં 'કૃષ્ણનું જીવન સંગીત' પુસ્તકની સમીક્ષા કરવામાં આવી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણની ઐતિહાસિક ફતેહસિંહરાવ લાયબ્રેરીમાં ચાલતાં ‘મને જાણો’ કાર્યક્રમ અંતર્ગત રવિવારે સાંજે ગુણવંત શાહ દ્વારા લખાયેલ પુસ્તક “કૃષ્ણનું જીવન સંગીત'' વિષે વકતા કાંતિભાઇ સુથાર દ્વારા બે ભાગમાં બે રવિવારે પુસ્તકમાં ભગવદ્ ગીતાનાં વિવિધ અધ્યાયો તથા પ્રસંગોની માહિતી આપવામાં આવી હતી. વક્તા કાંતિભાઇ સુથારે કર્મયોગ, યોગઃ કર્મેશુ કૌશલમ્, નિષ્કામ કર્મ, સમગ્રતા, નિગ્રહ, સંયમ, સ્થિતપ્રજ્ઞતા, કર્મ, વિકર્મ, અકર્મ, આત્મસંયમ, ધ્યાન, સમર્પણભાવ, સ્મૃતિ-વિસ્મૃતિ, અભયતા, નિર્ભયતા, તમોગુણ, રજોગુણ, સત્ત્વગુણ, જેવા ગુણોનું વર્ણન ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે જે સંવાદ થાય છે તે પરિપ્રેક્ષમાં ખૂબજ સરસ રીતે સમજાવ્યું હતું.

શ્રોતાઓ હાજર રહ્યા
આ પ્રસંગે પ્રમુખ ડો. શૈલેષ બી. સોમપુરા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરેશભાઇ દેશમુખ, પ્રકાશભાઇ રાવલ, ડો. પીયુષભાઇ વ્યાસ, ઘનશ્યામભાઇ રાજપૂત, દીલીપભાઇ પંડયા, કેશવલાલ ઠકકર, દિલીપ પ્રજાપતિ, હસમુખભાઇ સોની વગેરે શ્રોતાઓ હાજર રહ્યા હતા. આભારવિધી સુરેશભાઇ દેશમુખે કરી હતી. વકતાનો પરિચય સંયોજક નગીનભાઇ ડોડીયાએ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...