તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૃતદેહ:રાધનપુરના મોટી પીપળી ગામે અજાણ્યા યુવકની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે લાશનું પંચનામુ કરી પીએમ અર્થે મોકલી લાશની ઓળખવિધિ માટેનાં ચક્રો ગતિમાન કર્યાં

રાધનપુરના મોટી પીપળી ગામે ગળે શનિવારના રોજ લીમડાના ઝાડ ઉપર ફાસો ખાધેલી હાલતમાં કોઇ અજાણ્યા યુવકની લાશ મળી આવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસે ધટના સ્થળે દોડી આવી કાયૅવાહી હાથ ધરી હતી.

બનાવની મળતી હકીકત મુજબ, પાટણ જિલ્લાનાં રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામે લીંડાના ઝાડે ફાંસો ખાધેલી હાલતમાં કોઇ અજાણ્યા યુવકની લાશ લટકતી હોવાનું ગ્રામજનોનાં ધ્યાને આવતા પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસે ધટના સ્થળે દોડી આવી લાશને ઝાડ પર થી ઉતારી પંચનામુ કરી લાશને પી.એમ. અર્થે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી મૃતકની ઓળખ વિધિ માટેના ચક્રો ગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...