ક્રાઈમ:સાંતલપુરના ગોખાતરગામની સીમ માંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા ચકચાર

વારાહી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લાશ પાંચ દિવસથી પડી હોવાનુ પોલીસનું અનુમાન

સાંતલપુર તાલુકાના ગોખાતર ગામે અજાણ્યા યુવકને લાશ મળી આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી  મૃતદેહને પીએમ માટે વારાહી ખાતે ખસેડયો હતો. મૃતક યુવકની ઓળખ થઈ નથી અને તેનું મોત કેવી રીતે થયું છે  એ પણ  સ્પષ્ટ થયું નથી.

લાશ ચારથી પાંચ દિવસથી પડી હોય તેવું પોલીસનું અનુમાન
 ગોખાતર ગામના ગૌસ્વામી કૈલાશગીરી પ્રેમગીરી શનિવારે સવારના સમયે પોતાના ખેતર માં જઈ રહ્યા હતા ત્યારે સીમમાં અજાણ્યા યુવકની લાશ દેખાતા તેમણે વારાહી પોલીસ ને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ  લાશને વારાહી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે લાવામાં આવી હતી. આ યુવક ના મૃતદેહની સ્થિતિ આધારે યુવકની લાશ ચારથી પાંચ દિવસથી પડી હોય તેવું પોલીસનું અનુમાન છે. આ સમાચાર મળતા જ રાધનપુર ડીવાયએસપી વાઘેલાએ ઘટનાસ્થળ ની મુલાકાત લીધી હતી. લાશ પાસેથી કોઈ પણ ડોક્યુમેન્ટ મળી આવ્યા નથી તેથી તેની ઓળખ થઈ શકી નથી તેમ પોલીસે જણાવ્યું હતું.પોલીસે આ અજાણ્યો યુવક કોણ છે અને તેનુ મોત કઇ રીતે થયુ છે તેની તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...