તપાસ:મઢુત્રા-દાત્રાણાના ખેતરમાંથી અજાણ્યા યુવકની લાશ મળી

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લાશ દેખાતાં ખેડૂતોએ પોલીસને જાણ કરી
  • પોલીસે મૃતકના પરિવારજનોની શોધ હાથ ધરી

સાંતલપુર તાલુકાના દાત્રાણાના મઢુત્રા વચ્ચે ખેતરમાંથી અજાણ્યા યુવકની બિનવારસી લાશ મળી હતી. મઠુત્રા-દાંત્રાણા ગામ વચ્ચે આવેલા ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતો અને સ્થાનિકોને અજાણ્યા પુરૂષની લાશને જોતાં પોલીસ બોલાવી હતી. પોલીસ દ્વારા યુવકની લાશને સાંતલપુર હોસ્પિટલ ખસેડી યુવકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે.

પીએસઆઈ એન.ડી.પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બે ત્રણ દિવસ પહેલા યુવકનું મોત થયું હોય એવું લાગે છે. અને લાશમાં કોઈ નિશાની પણ દેખાતી નથી. તેમજ કોહવાયેલી લાશ હોવાને કારણે ઓળખ કરવી પણ મુશ્કેલ છે. હાલમાં અમે સાંતલપુર પેનલ ડોકટર દ્વારા પીએમ કરવાની કાર્યવાહી કરી છે. તેમજ મૃતક યુવકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે.