તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિનવારસી:હારીજ-રાધનપુર હાઈવે પર આવેલા પેટ્રોલપંપ નજીકથી અજાણ્યા આધેડની લાશ મળતાં ચકચાર

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે લાશનું પંચનામુ કરી પીએમ માટે મોકલી, લાશની ઓળખ વિધિ માટેના ચક્રો ગતિમાન કર્યા

હારીજ રાધનપુર હાઇવે પર આવેલા જનતા પેટ્રોલપંપ નજીકથી સોમવારના રોજ એક ટેમ્પોમાંથી અજાણ્યા આધેડ લાશ મળી આવતા ચકચાર મચી છે. આ બાબતે હારીજ પોલીસને જાણ થતાં પોલીસે લાશનું પંચનામુ કરી હારીજ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપી હતી. જ્યારે વાલીવારસાને શોધવાની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, સોમવારની સવારે હારીજ-રાધનપુર હાઈવે પર આવેલા જનતા પેટ્રોલપંપ નજીક કોઈ અજાણ્યા આધેડ વયના વ્યક્તિની લાશ પડી હોવાની બાબતને લઈને લોકોનાં ટોળે ટોળા એકત્ર થઇ ગયા હતા.

આ બાબતે હારીજ પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી લાશનું પંચનામુ કરી પીએમ માટે લાશને હારીજ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપી હતી અને અજણ્યા મૃતકનાં વાલી વારસાની ભાળ મેળવવા ચક્રો ગતિમાન બનાવ્યા છે. તો આ આધેડનું ક્યાં કારણોસર મોત નિપજ્યું છે તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ માલુમ પડશે તેવું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...