મૃતદેહ મળ્યો:પાટણ જનતા હોસ્પિટલ નજીક માનવતાની દિવાલ પાસે અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ બી ડીવીઝન પોલીસે વાલીવારસોની શોધખોળ હાથ ધરી

પાટણ શહેરની જનતા હોસ્પિટલ નજીક માનવતાની દિવાલ પાસે રવિવાર સવારે અજાણ્યા પુરૂષનો મૃત હાલત મળી આવ્યો હતો. આ અંગેપાટણ બી ડીવીઝન પોલીસે અકસ્માતે મોત ગુનો નોંધી તેના વાલીવારસોની શોધખોળ હાથ ધરી હતી.

પાટણ જનતા હોસ્પિટલ આગળ માનવતાની દિવાલ નજીક રવિવારે એક અજાણ્યો પુરૂષ શંકાસ્પદ બેભાન હાલતમા સુતેલ હોય તેની જાણ પોલીસ કરતા પોલીસે તાત્કાલીક પાટણ સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા ત્યા ફરજ ઉપરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો.

આ અંગે પોલીસે પાટણ બી ડીવીઝન પોલીસ મથકે અજાણ્યો પુરૂષ અંદાજી ઉપર 45 વર્ષનુ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ અધિકારી પીએસઆઇ વી.બી.ખરાડી જણાવ્યુ હતુ કે વાલીવારસોની શોધખોળ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...