• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Body Of An Unidentified Man Was Found From Vadpasar Lake In Radhanpur. Unidentified Police Shifted The Body To Dharpur Hospital For Cold Storage.

મૃતદેહ મળ્યો:રાધનપુરના વડપાસર તળાવમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી, ઓળખ ન થતાં પોલીસે લાશને કોલ્ડ સ્ટોરેજ માટે ધારપુર હોસ્પિટલ ખસેડી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે લાશનું પંચનામુ અને પીએમ કરાવી લાશને ધારપુર હોસ્પિટલનાં કોલ્ડ સ્ટોરેજ મોકલી

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા વડ પાસર તળાવમાં બુધવારના રોજ કોઈ અજાણ્યા પુરુષની લાશ તરતી હોવાનું ધ્યાને આવતા લોકોનાં ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. આ બાબતે રાધનપુર પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી લાશની ઓળખ ન થતાં લાશને કોલ્ડ સ્ટોરેજ માટે પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડી હતી.

આ બાબતે મળતી હકીકત મુજબ, પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા વડપાસર તળાવમાં કોઈ અજાણ્યા પુરૂષની લાશ તરતી હોવાનું માર્ગ પરથી પસાર થતા રાહદારીઓનાં ધ્યાનમાં આવતાં પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી અજાણી લાશને સ્થાનીક તરવૈયાઓની મદદથી બહાર કાઢી લાશની ઓળખ વિધી માટે તપાસ હાથ ધરી હતી, પરંતુ લાશની ઓળખ ન થતાં પોલીસે લાશનું પંચનામુ કરી રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી જ્યાં સુધી લાશની ઓળખ વિધી ન થાય ત્યાં સુધી લાશને ધારપુર હોસ્પિટલનાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવા માટે લાશને ધારપુર હોસ્પિટલમાં રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...