કેનાલમાંથી લાશ મળી:હારીજના તંબોળીયા નર્મદા મુખ્ય કેનાલમાંથી અજાણી યુવતીની તેમજ કુરેજા કેનાલ પાસે અજાણ્યા પુરુષની લાશ મળી

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હારિજ પોલીસે બન્નેની લાશની ઓળખ માટે તાપસ શરૂ કરી

હારીજ વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં અવાર-નવાર લાશો મળવાના બનાવો બની રહ્યા છે. ત્યારે આજે હારિજ તાલુકાના તંબોળીયા ગામેથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલના સાઈફન પર અજાણી યુવતીની લાશ મળી આવી હતી. જેને નર્મદા કેનાલના ગેટમેન જોઈ જતા હારિજ પોલીસને જાણ કરી હતી. ત્યારે હારિજ પોલીસે લાશને બહાર કાઢી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી.

બેમાંથી એક પણ લાશની ઓળખ થઈ શકી નથી

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ યુવતીની ઉંમર 30 વર્ષની આસપાસ છે. લાશ ત્રણથી ચાર દિવસ પહેલાની હોય તેવું જણાતું હતું. આ ઉપરાંત કુરેજા કેનાલમાંથી પણ એક યુવકની લાશ મળી આવી હતી. આ યુવકને સ્થાનિક લોકોએ બહાર કાઢી હારિજ પોલીસને જાણ કરી હતી. યુવકની લાશને પણ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી કોલ્ડ સ્ટોરેજમાં મુકવા તજવીજ હાથ ધરી હતી. જોકે, બેમાંથી એક પણ લાશની ઓળખ થઈ શકી નથી.

અન્ય સમાચારો પણ છે...