તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાતની આશંકા:પાટણના રણુંજમાં તળાવમાંથી યુવકની લાશ મળી આવી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકના લગ્ન થયા ન હતા અને એકલવાયું જીવન જીવતો હતો, આપઘાત કર્યો હોવાનુ પોલીસનું અનુમાન
  • બાલીસણા પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થાનિક લોકોની મદદથી યુવકની લાશ બહાર કઢાવી

પાટણ તાલુકાના રણુંજ ગામના તળાવમાંથી યુવકની લાશ મળતા સનસનાટી મચી હતી. યુવકે આપઘાત કર્યો હોવાની આશંકાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. રણુજ ગામે રહેતા નીતિનભાઈ અમૃતભાઈ વાલ્મિકીની બુધવારે ગામના તળાવમાંથી તરતી લાશ મળી આવી હતી.

સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા બાલીસણા પોલીસ ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. સ્થાનિક લોકોની મદદથી લાશને તળાવમાંથી બહાર કાઢવવામાં આવી હતી. ઓળખાણ થયા બાદ તેના વાલીવારસોને જાણ કરતા તેઓ અમદાવાદથી રણુજ આવવા માટે નીકળ્યા હતા. જોકે આ યુવકે તળાવમાં આપઘાત કર્યો હોવાની આશંકા છે. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા ઉમટયા હતા.

આપઘાત કર્યો હોય તેવું જણાઇ રહ્યુ છે : પી.એસ.આઇ ચૌધરી
આ અંગે બાલીસણા પી.એસ.આઇ પી.એસ. ચૌધરીએ જણાવ્યું હતું કે આ યુવક એકલવાયું જીવન જીવતો હતો તેના લગ્ન થયા નથી. તેણે આપઘાત કર્યો હોય તેવું જણાઇ રહ્યુ છે. તેના વાલી વારસોનો સંપર્ક કર્યો છે. તેઓ અમદાવાદથી આવ્યા બાદ કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...