લાશ મળી:સિદ્ધપુરની સરસ્વતી નદીના પુલ નીચેથી બોથડ પદાર્થ વડે હત્યા કરાયેલી હાલતમાં યુવાનની લાશ મળી આવતા ચકચાર

પાટણ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ દ્વારા ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી તપાસ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં
  • યુવકના ખિસ્સામાંથી મળી આવેલા આધારકાર્ડ અને ચુંટણીકાડે પરથી મૃતક યુવાનની ઓળખ થઈ

પાટણના સિદ્ધપુરમાં સરસ્વતી નદીના પુલ નીચેથી હત્યા કરેલી હાલતમાં યુવાનની લાશ મળી આવી હતી. જેને લઈ વિસ્તારમાં ચકચાર મચી છે. ત્યારે આ બનાવના પગલે સિદ્ધપુર પોલીસ સહિત પાટણ એલ.સી.બી, એસ.ઓ.જી અને જિલ્લા પોલીસ વડાએ પણ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે.

જિલ્લા પોલીસ વડા સહિતનાઓ ઘટના સ્થળે દોડી આવ્યાં આ બાબતે મળતી હકીકત મુજબ સિદ્ધપુર શહેરના હાઈવે સ્થિત સરસ્વતી નદીના પુલ નીચે કોઈ અજાણ્યા યુવાનની બોથડ પદાર્થ વડે હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેથી લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ત્યારે આ બાબતે સિદ્ધપુર પોલીસ સહિત પાટણ એલસીબી, એસઓજી સહિત જિલ્લા પોલીસ વડા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. પોલીસ દ્વારા લાશની તપાસ કરતા ખિસ્સામાંથી મળી આવેલા આધારકાર્ડ અને ચુંટણીકાડે પરથી મૃતક યુવાનની ઓળખ થઈ હતી. મૃતક યુવાન ગોવિંદભાઈ જેઠાભાઈ પરમાર રહે જય અંબે ચોક સિદ્ધપુર વાળો હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે તજવીજ હાથ ધરીપોલીસે એફએસએલ અને ડોગ સ્કવોડની મદદ વડે ઝીણવટ પૂર્વકની તપાસ હાથ ધરી છે. તેમજ લાશનું પંચનામુ કરી પોસ્ટમોર્ટમ અર્થે સિદ્ધપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તજવીજ હાથ ધરી છે.

સિદ્ધપુરમાં સરસ્વતી નદીના પુલ નીચેથી હત્યા કરેલી હાલતમાં યુવાનની લાશ મળવાને લઈ યુવાનની ક્યા સંજોગોમાં હત્યાં કરવામાં આવી છે અને કોના દ્વારા હત્યા કરાઈ છે તેની તપાસ અર્થે પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...