તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુતૂહલ:પાટણના એક વ્યક્તિના શરીર ચમચીઓ ચાવી અને ડિસો ચોંટવા લાગી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિન લીધાં બાદ ચુંબકીય શરીર બનેલા યુવાનનો સંપર્ક કરી તપાસ કરાશે: તાલુકા હેલ્થ ઓફિસર

કોરોના વેક્સિન લીઘા બાદ શરીરમાં ચુંબકીય અસરની ઘટના વલસાડનાં એક જવેલર્સના વેપારી સહિત સુરેન્દ્રનગર અને બનાસકાંઠાનાં એક વ્યક્તિનાં શરીર ઉપર જોવા મળી હોવાની ઘટનાઓ સામે આવી છે. જોકે દિવ્યભાસ્કર આ વાતને કોઇ સમર્થન આપતું નથી. ગઇકાલે રાજ્યના કેયલાક જિલ્લામાંથી સામે આવેલી આ ઘટનાઓ જોઇને પાટણના ભરત જોષી નામના વ્યક્તિએ પણ ચેક કર્યું હતું. જ્યારે તેના શરીરમાં પણ ચુંબકીય અસર જોવા મળી હતી.

પાટણના ભરત જોષી નામનાં વ્યક્તિએ કોરોના વેક્સિન લીધા બાદ પોતાનું ચુંબકીય શરીર બન્યું હોવાની ઘટના સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરતા આ ચુંબકીય શરીર મામલે આરોગ્ય તંત્રને પણ વિચારવા મજબૂર હતું અને પાટણ તાલુકા હેલ્થ ઓફિસર ગૌરાંગ પરમારે યુવકના ઘરે તાપસ કરતા જાણવા મળ્યું હતું કે, કોરોના વેક્સિન અને આવે કંઇ લેવા દેવા નથી. યુવકના શરીરે આ બઘું પરસેવાના કારણે ચોટતું હશે.

આ અંગે ભરત જોષીએ જણાવ્યુ હતું કે, મેં બે ત્રણ દિવસ પહેલા એક નાસિકનો વીડિયો જોયો હતો જેમાં એક વૃદ્ધને ચુંબકીય અશર દેખાતી હતી. મને પણ વિચાર આવ્યો કે તો મારા શરીરે પણ ડિસો, ચમચી સહિત ચુંબકીય વસ્તુ ચોટવા લાગી હતી. વેક્સિનની કોઈ આડ અશર નથી થઈ એટલે મારુ કહેવું છે કે, વેક્સિન તો 100 ટકા લેવી જ જોઈએ.

અન્ય સમાચારો પણ છે...