રાધનપુરમાં પટણી દરવાજા પાસે આવેલા નવાબી વડપાસર તળાવમાં બપોરે દોઢેક વાગે મંડાઈચોકમાં અંબિકા મેડિકલ નામની દુકાન ચલાવતા વેપારીની તરતી લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી અને લોકોના ટોળેટોળાં તળાવકિનારે ઉમટી પડ્યા હતાં.
વડપાસર તળાવમાં લગભગ દોઢેક વાગ્યાના સુમારે એક તરતી લાશ દેખાતા જોવા માટે લોકો ભેગા થવા લાગ્યા હતાં. શહેરના સેવાભાવી યુવાન હરેશભાઇ ઠક્કરને જાણ થતાં તાત્કાલિક તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢી હતી. લાશ બહાર કાઢતા મંડાઈચોકમાં અંબિકા મેડિકલ સ્ટોર ચલાવતા ધર્મેશભાઈ જયંતીભાઈ ઠક્કરની હોવાનું જણાતા તેમના પરિવારજનોને જાણ કરતાં સગાસ્નેહીઓ દોડી આવ્યા હતાં.
પોલીસને જાણ કરતાં લાશને પોસ્ટ મોર્ટમ માટે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મોકલી આપી હતી. હોસ્પિટલમાં સગાવહાલા અને સમાજના લોકો ઉમટી પડ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.