• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Body Of A Brother And Sister Who Drowned In A Canal In Chandrumana Village Of Patan Was Not Found Even After 48 Hours.

શોધખોળ જારી:પાટણના ચંદ્રુમાણા ગામે કેનાલમાં ડૂબેલા ભાઇ-બહેનના 48 કલાક બાદ પણ મૃતદેહ ન મળ્યા

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચંદ્રુમાણા ગામમાં સન્નાટો છવાઈ ગયો છે, ઉતરાયણના પર્વે પણ કોઈએ ઉજવણી ન કરી

ચંદ્રુમાણા નજીક પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બુધવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં પિતરાઈ ભાઈ બહેન નર્મદા કેનાલમાં ડૂબી ગયાની ઘટના બની હતી. જેને 48 કલાક થવા આવ્યા હોવા છતાં પણ કેનાલમાં બે પિતરાઈ બહેનનું કોઈ પત્તો લાગ્યો નથી. સ્થાનિક તરવૈયા અને પાટણ નગરપાલિકાની ટીમ દ્વારા પણ શોધખોળ આદરી હતી. બાદમાં હવે ત્રીજા દિવસે એનડીઆરએફની ટીમ દ્વારા સવારથી જ ડૂબેલા ભાઈ બહેનની શોધખોળ હાથ ધરાઇ છે, ઘટનાના બીજા દિવસે પ્રાંત અધિકારી પાટણ પોલીસ અધિકારી શુક્લા સહિત વહીવટી તંત્ર ખડે પગે ઉભું રહ્યું છે

ચંદ્રુમાણા ગામની ગલીઓ સુમસામ

ચંદ્રુમાણા ગામના પટેલ પરિવારમાં આવેલી આઘાતજનક આપત્તિના કારણે ચંદ્રુમાણા ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. ઉતરાયણના પર્વે પણ કોઈ યુવાનો કે નાના બાળકો દ્વારા પણ પતંગ ચગાવી ઉત્તરાયણનો આનંદ માણ્યો ન હતો.

સવારથી જ ચંદ્રમાણા ગામના લોકો કેનાલ ઉપર ઘટનાસ્થળે બંને ભાઈ-બહેનને ક્યારે બહાર કઢાશે તેની કાગડોળે રાહ જોતા બેસી રહ્યા છે. થરાદ નગરપાલિકામાં તરવૈયા તરીકે ખાસ સેવા આપતા સુલતાનભાઈ મીર છેલ્લા પ્રયત્નના ભાગરૂપે બંને ભાઈ બહેનની બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...