તંત્રને અરજી:પાટણમાં જગન્નાથજીની રથયાત્રા કાઢવા ટ્રસ્ટી મંડળ સરકાર પાસે મંજૂરી માંગશે

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રથયાત્રા માટે બે-ત્રણ દિવસમાં ટ્રસ્ટી મંડળની બેઠક મળશે: પ્રમુખ

કોરોનાના કારણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે કે કેમ તે પ્રશ્ન છે. પરંતુ આગામી બે-ત્રણ દિવસમાં જગદીશ મંદિરના ટ્રસ્ટીઓ સરકાર અને તંત્રને અરજી કરી મંજૂરી માગશે તેના માટે ટ્રસ્ટી મંડળની મીટીંગ પણ મળવાની છે.

પાટણ જિલ્લામાં કોરોના બિલકુલ હળવો થઈ ગયો છે. ત્યારે 12 જુલાઈએ એકલે એક માસ બાદ પાટણમાં ભગવાન જગન્નાથજીની 139મી રથયાત્રા નીકળવાની આશા છે. રથયાત્રા નીકાળવા માટેની જગદીશ મંદિરની તૈયારી છે પરંતુ સરકારની મંજૂરી મળશે કે કેમ તે પ્રશ્ન ટ્રસ્ટીઓને મૂંઝવી રહ્યો છે. છતાં અઠવાડિયા બાદ જગદીશ મંદિર દ્વારા ભગવાનના વાઘા મુગટ બનાવવા સહિતની તૈયારીઓ શરૂ કરી દેવાશે તેમ મંદિરના પૂજારી કનુભાઈ શુકલે જણાવ્યું હતું .

જગદીશ મંદિર ટ્રસ્ટના પ્રમુખ પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે કોરોના ફેલાય તેમાં અમને રસ નથી પરંતુ પરંપરા જળવાઈ રહે તે માટે સરકાર મંજુરી આપે તો અમારે યાત્રા કાઢવી છે અમે આગામી બે-ત્રણ દિવસમાં ટ્રસ્ટની મિટિંગ કરી સરકાર અને તંત્રને અરજી આપી મંજૂરી માગીશું. પ્રતિકાત્મક યાત્રા નીકળવા દે તોપણ અમે સહમત છીએ છેવટે કર્ફ્યુ નાખીને પણ મર્યાદિત લોકો સાથે યાત્રા કાઢવા દેવી જોઈએ,ગયા વર્ષે પણ અમે આ સૂચન કર્યું હતું. ગયા વર્ષે મંજૂરી માટે છેક હાઇકોર્ટ સુધી ગયા હતા પણ મંજૂરી મળી ન હતી એટલે મંદિર સંકુલમાં જ કાર્યક્રમ રાખ્યો હતો. જોકે હજુ પાલિકા કે પોલીસ દ્વારા કોઈ તૈયારી કરાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...