કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા બલવંતસિંહ રાજપૂતે સોમવારે સિદ્ધપુર બેઠક માટે દાવેદારી નોંધાવી હતી. રૂ.69,755ની રોકડ સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવનાર બલવંતસિંહની એફિડેવિટ મુજબ, રૂ.189 કરોડથી વધુની વ્યક્તિગત સ્થાવર-જંગમ મિલકત ધરાવતાં ઉમેદવાર પાસે વાહન જ નથી. જ્યારે તેમના પત્ની ભીખીબેન પાસે રૂ.168 કરોડથી વધુની તેમજ તેમના આશ્રિત અર્જુનસિંહ પાસે રૂ.14 કરોડથી વધુની સંપતિ છે.
2012ની ચૂંટણીમાં રજૂ કરેલી તેમની એફિડેવિટમાં દર્શાવેલી સ્થાવર જંગમ મિલકતની સરખામણીએ ચાલુ સાલે બલવંતસિંહની મિલકતમાં 20 ટકાના વધારા સાથે 3.70 કરોડનો વધારો થયો છે. તેમનાં પત્ની ભીખીબેનની મિલકતમાં 36 ટકાના વધારા સાથે 60 કરોડનો વધારો થયો છે. જ્યારે આશ્રિત અર્જુનસિંહની 2012માં જંગમ મિલકત માત્ર રૂ.1630 હતી, જે 10 વર્ષમાં વધીને રૂ.14.25 કરોડથી વધુની થઇ છે.રાધનપુર બેઠક પર બે અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. પાટણ, ચાણસ્મા, સિધ્ધપુર અને રાધનપુર બેઠક માટે અત્યાર સુધીમાં કુલ 182 ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું છે.
જ્યારે રાધનપુર વિધાનસભા બેઠક પર સાંતલપુરના વૈાવા ગામના જીવણભાઈ રત્નાભાઇ આહિરે અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જ્યારે રાધનપુરના કમાલપુરના ભીખાભાઈ ગેલાભાઈ ભરવાડે પણ ફોર્મ ભરી અપક્ષ ઉમેદવારી કરી હતી. અત્યાર સુધીમાં ચાર વિધાનસભા બેઠક પર કુલ 182 ફોર્મનું વિતરણ થયું છે જેમાં રાધનપુર બેઠક પર 73 ચાણસ્મા બેઠક પર 33 પાટણ બેઠક પર 32 અને સિધ્ધપુર બેઠક પર 44 ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું છે.
બળવંતસિંહ રાજપૂતની સંપત્તિ એફિડેવિટ પ્રમાણે | |||
2022ની સ્થિતિએ | |||
વિગત | બલવંતસિંહ | ભીખીબેન (પત્ની) | અર્જુનસિંહ (આશ્રિત) |
જંગમ મિલકત | રૂ.127,10,95,990 | રૂ.129,26,97,421 | રૂ.9,49,10,388 |
સ્થાવર મિલકત | રૂ.61,90,87,285 | રૂ.39,36,27,263 | રૂ.4,76,07,838 |
રિટર્ન મુજબ આવક | રૂ.3,73,39,290 | રૂ.70,74,110 | રૂ.44,63,090 |
2012ની સ્થિતિએ | |||
વિગત | બલવંતસિંહ | ભીખીબેન (પત્ની) | અર્જુનસિંહ (આશ્રિત) |
જંગમ મિલકત | રૂ.134,87,15,811 | રૂ.105,64,21,518 | રૂ.1,630 |
સ્થાવર મિલકત | રૂ.17,10,69,362 | રૂ.2,83,50,932 | રૂ.00 |
રિટર્ન મુજબ આવક | રૂ.2,35,50,576 | રૂ.4,29,869 | રૂ.00 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.