પાટણ 18 વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના મહિલા ઉમેદવાર ડોક્ટર રાજુલ દેસાઈએ ઉમેદવારી ભરવાના અંતિમ દિવસે ગુરૂવારના રોજ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો અને પાટણ વિધાનસભા વિસ્તાર ના સુજ્ઞ મતદારો ની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે વિજય મુહૂર્તમાં શહેરના એમ. એન.હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે નાની કુંવાસી બાલિકાઓનું કુમકુમ તિલક સાથે પુજન કરી તેઓના આશીર્વાદ મેળવી આયોજિત સંમેલન ને સંબોધીત કરી વિશાળ કાફલા સાથે ડીજે ના તાલે પોતાનો રોડ શો યોજી પ્રાંત કચેરી ખાતે વિજયના વિશ્વાસ સાથે પોતાનુ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
18 પાટણ વિધાનસભા બેઠકના શિક્ષિત મહિલા ઉમેદવાર ડોક્ટર રાજુલ દેસાઈએ પાટણ મતવિસ્તારના અધુરા વિકાસ કામો પરિપૂર્ણ કરવાની સાથે સાથે મહિલાઓના ઉત્થાન, બેરોજગારીની સમસ્યાને નિવારવા માટે જીઆઇડીસી સ્થાપિત કરી તેનાં થકી ઉદ્યોગો વિકસિત કરવાની નેમ વ્યક્ત કરી પાટણની દિકરી તરીકે પાટણ વિધાનસભા બેઠક ની પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી કરી સેવા કરવાનો લ્હાવો મળ્યો છે જેને સાચા અર્થમાં પરીપૂર્ણ કરવા પોતે કટીબદ્ધ હોવાનું જણાવી પાટણ વિધાનસભા બેઠક નું કમળ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં વિકાસ માટે ગુજરાત માં પુનઃ બનનારી ભાજપ સરકાર ને સમર્પિત કરવા આહ્વાન કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.