તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાકૃતિક ઉજવણી:પાટણમાં બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામના જન્મોત્સવની પ્રાકૃતિક રીતે ઉજવણી કરાઈ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રહ્મ સમાજ દ્વારા 108 દેશીકુળના વૃક્ષો વાવી અનોખી રીતે પરશુરામ જ્યંતી મનાવાઇ

પાટણ શહેરમાં ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિતે પાટણ જિલ્લાના બ્રહ્મસમાજ દ્વારા કોરોનાના લીધે પર્યાવરણની જાળવણી થાય તથા પ્રકૃતિનું સાચા અર્થમાં સંરક્ષણ અને સંવર્ધન થાય તે રીતે પ્રાકૃતિક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બ્રહ્મ સમાજ દ્વારા 108 દેશીકુળના વૃક્ષો વાવી અનોખી રીતે પરશુરામ જ્યંતી મનાવાઇ છે.

ખેતીના જનક ભગવાન પરશુરામનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો

પાટણ શહેરના સરસ્વતીના કિનારે સહસ્ત્ર તરુવનમાં આવેલ મહાદેવજીના મંદિરે જિલ્લા બ્રહ્મસમાજના અગ્રણીઓ દ્વારા ભગવાન પરશુરામની આરતી ઉતારી પક્ષીઓને ચણ નાખી, પાણીના કુંડા ભરી, 108 દેશીકુળના વૃક્ષો જેવા કે પીપળો, વડ, ઉંબરો, લીમડો, આંબલી, દેશી આંબો, જાંબુડો, આંબળુ, મહુડો, બોરસલ્લી, વાંસ, ગુંદો વગેરે વૃક્ષો વાવીને પ્રકૃતિના રક્ષક અને ખેતીના જનક ભગવાન પરશુરામનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો છે.

પરશુરામ જન્મોત્સવની પ્રાકૃતિક ઉજવણી કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે પાટણ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આ વખતે ગામેગામ, મંદિરોમાં, સ્મશાનમાં, વાડીઓમાં, ખેતરોમાં પીપળા અને બીજા દેશીકુળના વૃક્ષો વાવી ભગવાન પરશુરામ જન્મોત્સવની પ્રાકૃતિક ઉજવણી કરવામાં આવી છે. આ પ્રસંગે જિલ્લા બ્રહ્મસમાજ અગ્રણીઓ જગન્નાથ જોશી, ડો.પરિમલ જાની, નિલેશ રાજગોર, હિમાંશુ વ્યાસ, સુરેશ જોશી, વિરેશ વ્યાસ, કિરણ જાની, હિતેશ રાવલ, દિપક રાવલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા અને ભગવાન પરશુરામને દેશ અને દુનિયાને કોરોના મુક્ત કરવા પ્રાર્થના કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...