તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર રિયાલિટી ચેક:કેસ ઘટવા છતાં બાયપેપ વેન્ટિલેટર બેડ ખાલી નથી

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધારપુર મેડિકલ હોસ્પિટલમાં દર્દીઓથી ભરાયેલો કોરોના વોડૅ. - Divya Bhaskar
ધારપુર મેડિકલ હોસ્પિટલમાં દર્દીઓથી ભરાયેલો કોરોના વોડૅ.
  • પાટણની 22 કોવિડ હોસ્પિટલોનો દિવ્ય ભાસ્કરે સંપર્ક કરતાં માત્ર 49 ઓક્સિજન 76 સાદા બેડ ખાલી જણાયા
  • ધારપુર અને પાટણ સિવિલમાં કોરોના દર્દીઓનું વેઈટિંગ હજુપણ રહ્યું, સાદા બેડ ખાલી છે, માત્ર યુનિક હોસ્પિટલમાં એક જ વેન્ટિલેટર બેડ ખાલી

પાટણ જિલ્લામાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થવા છતાં હોસ્પિટલોમાં વેન્ટિલેટર કે બાયપેપ બેડ ખાલી થતા નથી. પાટણનાં 22 કોવિડ સેન્ટરોમાં તપાસ કરતાં એક માત્ર યુનિક હોસ્પિટલમાં એક જ વેન્ટિલેટર બેટ ખાલી જોવા મળ્યો હતો. કેટલીક હોસ્પિટલમાં બેડ તો હતા પણ તે સાદા જોવા મળ્યા હતા. વેન્ટિનેટરવાળા ન હતા. સંક્રમણ વધતા છેલ્લા એક માસ કરતાં વધુ સમયથી પાટણ જિલ્લામાં દરરોજ 100થી વધુ કોરોનાના દર્દીઓ મળી રહ્યા છે. જેના કારણે જિલ્લા મથક પાટણ શહેરની પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલો લાંબા સમયથી દર્દીઓથી ભરાયેલી છે. હજુ પણ હોસ્પિટલોમાં ગંભીર દર્દીઓ માટે બાયપેપ વેન્ટિલેટર બેડ ખાલી નથી.

ગુરુવારે દિવ્ય ભાસ્કરની ટીમે કોવિડની સારવાર આપતી 22 હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો જેમાં દર્દીઓ માટે વેન્ટિલેટર બાયપેપ પર જગ્યા નથી, ઓક્સિજનના 49 અને સાદા 76 બેડ ખાલી છે. માત્ર એક વેન્ટિલેટર ખાલી હતું. આ સિવાય વેન્ટિલેટર બાયપેપ ઓક્સિજન અને સાદા બેડ પણ ભરાયેલા છે. માર્ચ માસના અંતભાગથી પાટણ જિલ્લામાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે. છેલ્લા દોઢેક માસથી દરરોજ સરેરાશ 100 થી વધુ કેસ મળી રહ્યા છે. આ સમયગાળામાં 5000 જેટલા લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તંત્ર દ્વારા જાહેર કરાતી યાદીમાં 1 મે થી કેસમાં ઘટાડો થયો છે, એટલે કે દિવસથી કેસ ઘટ્યા છે. પરંતુ પાટણ શહેર ઉપરાંત આસપાસના વિસ્તારની હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો રહે છે.

રાતદિવસ સારવાર આપી ડોક્ટરો પણ હવે થાક અનુભવી રહ્યા છે. એક માસ બાદ પણ કેટલીક હોસ્પિટલોમાં હજુ જગ્યા નથી. પાટણ સિવિલમાં મંગળવાર સુધી દર્દીઓનું વેઇટિંગ હતું. ધારપુર મેડિકલ હોસ્પિટલમાં હજુ પણ ગંભીર દર્દીઓનું વેઇટીંગ છે. ગુરુવારે દિવ્ય ભાસ્કરની ટીમે પાટણની 22 હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો, જેમાં માત્ર યુનિક હોસ્પિટલ : એક વેન્ટિલેટર ઉપર જગ્યા હતી. કેસ ઘટવા છતાં હોસ્પિટલોમાં બેડ ખાલી નથી તે અંગે તબીબોએ જણાવ્યું હતું કે જ્યારે ભારે ધસારો હતો તેવા સમયે દર્દીઓ અન્યત્ર વૈકલ્પિક સારવાર લઇ રહ્યા હતા જે પાછળથી બાય પેપ મશીન અને વેન્ટિલેટર પર આવી રહ્યા હોવાથી હાલમાં હોસ્પિટલમાં બેડ ખાલી જોવા મળી રહ્યા નથી.

પાટણની કોવિડ હોસ્પિટલની સ્થિતી
ગીતા હોસ્પિટલ : માત્ર ત્રણ સાદા બેડ ખાલી હતા
જીગર હોસ્પિટલ : ચાર ઓક્સિજન અને નવ સાદા બેડ ખાલી
અગ્રવાલ હોસ્પિટલ : 11 ઓક્સિજન અને નવ સાદા બેડ ખાલી
યુનિક હોસ્પિટલ : એક વેન્ટિલેટર અને સાત સાદા બેડ ખાલી
હાઈટેક હોસ્પિટલ : 2 ઓક્સિજન અને 5 સાદા બેડ ખાલી
ગાયત્રી હોસ્પિટલ : 4 ઓક્સિજન અને 4 સાદા બેડ ખાલી
દેવભૂમિ હોસ્પિટલ : માત્ર એક સાદો બેડ ખાલી હતો
શ્રી રંગ હોસ્પિટલ : એક પણ ખાલી ન હતો
એ.જે.પટેલ હોસ્પિટલ : 5 ઓક્સિજન- 7સાદા બેડ ખાલી
જનતા હોસ્પિટલ : ત્રણ સાદા બેડ ખાલી હતા
માવતર હોસ્પિટલ : બે ઓક્સિજન અને એક સાદો બે ખાલી
રોનક હોસ્પિટલ : એક ઓક્સિજન અને બે સાદા બેડ ખાલી
આનંદ હોસ્પિટલ : છ સાદા બેડ ખાલી હતા
શ્લોક હોસ્પિટલ : એક પણ બેડ ખાલી ન હતો
ઉપાસના હોસ્પિટલ : માત્ર એક ઓક્સિજન બેડ ખાલી હતો
અમથીબા હોસ્પિટલ : ચાર સાદા બેડ ખાલી હતા
સદભાવ હોસ્પિટલ : એક પણ બેડ ખાલી ન હતો
પાટણ સિવિલ : ચાર ઓક્સિજન અને પાંચ સાદા બેડ ખાલી
ધારપુર સિવિલ : વેન્ટિલેટર બાયપેપ અને ઓક્સિજન બેડ ભરાયેલા
સબરીમાલા હોસ્પિટલ : 15 ઓક્સિજન અને 10 સાદા બેડ ખાલી

યુનિવર્સિટીના પ્રોફેસરનું કોરોનાથી મોત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ એમ.એસ.સી.આઈ.ટીના વિભાગના વડા ડૉ. વિશાલ ભેમવાલા શંકાસ્પદ કોરોના સંક્રમિત થતા લાંબા સમયથી હોસ્પિટલમાં સારવાર ઉપર હતા. તેમની સ્થિતિ ગંભીર હોઈ લાંબી સારવાર બાદ પણ સ્વસ્થ ન થતા 25 દિવસ બાદ અંતે ગુરુવારે શહેરની ખાનગી હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...