તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Bike Rider Was Trapped In The Turbulent Flow Of The River Siddhpur, Putting His Life In Danger And Made Several Attempts To Save The Bike From Tension.

જોખમી સાહસનાં લાઇવ દૃશ્યો:સિદ્ધપુરની નદીના ધસમસતા પ્રવાહમાં બાઇકસવાર ફસાયો, જીવ જોખમમાં મૂકી બાઇકને તણાતું બચાવવા અનેક પ્રયાસો કર્યા

પાટણએક મહિનો પહેલા
યુવકે બાઇક બચાવવા ઘણા પ્રયત્નો કર્યા, પણ સફળતા ન મળી.
  • યુવકે બાઇકને બચાવવા ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ પોતાનો જીવ બચાવવા બાઇકને છોડવું પડ્યું
  • સિદ્ધપુરના ગાંગલાસણ અને ખડિયાસણ વચ્ચે આવેલી મોહિની નદીનો વીડિયો

સિદ્ધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી જળબંબાકાર વરસાદ ખાબકતાં સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ અને ખડિયાસણ વચ્ચે આવેલી મોહિની નદીમાં નવા નીર આવ્યા આવ્યા છે. ઉપરવાસ અને સિદ્ધપુરમાં ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં અને ગ્રામ્ય વિસ્તારના કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ત્યારે આ પ્રવાહમાં એક બાઇકચાલક અંદરથી પસાર થવા જતાં અંદર ફસાઈ ગયો હતો. સદનસીબે બાઇક પડતું મૂકી બહાર આવી જતાં તેનો જીવ બચી ગયો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચર્ચાસ્પદ બન્યું હતું.

યુવકને પોતાનો જીવ બચાવવા બાઈકને પાણીના વહેણમાં છોડી દેવું પડ્યું
સિદ્ધપુરના ખડિયાસણ-ડુંગરિયાસણ પાસે મોહિની નદીમાં એક બાઈકચાલક ફસાઈ ગયો હતો. પાણીના પ્રવાહમાં તેની બાઈક ફસાઈ જતાં આ યુવકે એને બચાવવા ઘણી જ કોશિશ કરી, પરંતુ પોતાનો જીવ બચાવવા બાઈકને પાણીના વહેણમાં છોડી દેવું પડ્યું હતું. જોકે પાણીના વહેણમાં તણાવાની કે ડૂબવાની પણ શક્યતાને લઈને તંત્ર અલર્ટ બની પોલીસ પોઇન્ટ મૂકવામાં આવ્યો છે. આ વીડિયો સોમવારે થયેલા ભારે વરસાદ બાદની સ્થિતિનો છે, જેમાં એક વ્યક્તિ પાણીના ધસમસતા પ્રવાહમાં પોતાની બાઇકને બચાવવા જીવને પણ જોખમમા મૂકી રહ્યો છે.

યુવકે બાઇકને બચાવવા જીવ જોખમમાં મૂક્યો.
યુવકે બાઇકને બચાવવા જીવ જોખમમાં મૂક્યો.

સમગ્ર જિલ્લામાં મેહુલિયાની તોફાની બેટિંગ
મહત્ત્વનું છે કે પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના સિદ્ધપુરમાં રવિવારે મોડી રાતે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં અને અનેક નદીઓમાં નવાં નીર આવ્યાં છે. મેહુલિયાએ તોફાની બેટિંગ કરતાં રસ્તાઓ અને સોસાયટીમાં પૂર જેવો માહોલ જોવા મળ્યો હતો અને શહેરમાં જાણે કે આભ ફાટ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...