તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:પાટણમાં રોડ પર ગાયો આવી જતાં બાઈક સવાર પટકાયો

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં રહેતા રાજુભાઈ બિહારીલાલ સાધુ અને ઈલીયાઝભાઈ બંને બાઈક લઈ ઉઘરાણી કરવા સારુ બહાર ગયા હતા અને ત્યાંથી પરત આવતી વખતે બુધવારે સાંજના સુમારે પાટણના હાઉસિંગ બોર્ડ નજીક રસ્તામાં ગાયો અચાનક રસ્તા ઉપર આવી ગઈ હતી. જેને લઈને બ્રેક મારતા બંને જણા રોડ પર પટકાયા હતા. જેમાં રાજુભાઈને જમણા પગે ફ્રેક્ચર થતાં પાટણ બી ડિવિઝન પોલીસ મથકે બાઈક નંબર જીજે 24 એબી 4378ના ચાલક ઈલિયાઝ ભાઈ સામે ફરિયાદ નોંધવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...