પાટણના સાંતલપુર તાલુકાના ચારણકા સોલાર પાર્કમાં બે દિવસ પહેલા આગ લાગી હતી. ત્યારે આજે ફરી બપોરના સમયે શોર્ટ સર્કિટના કારણે સોલાર પ્લાન્ટમાં ભેલ સોલાર કંપનીની અંદર આગ લાગતા અફરા તફરી મચી હતી. આગના કારણે ઇન્વેટર રૂમમાં મુકેલા ઇન્વેટર બળીને ખાખ થઇ ગયા હતા.
આગને કાબુમાં લેવા માટે સાંતલપુર અને રાધનપુરના ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. તો પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી. આમ આગના કારણે ઇન્વેટર બળી જવાના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આગના કારણે કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ છે, પણ અહીંયા કોઈ પણ કંપનીના પોતાના ફાયર ફાઇટર નથી. જ્યારે પણ આગ લગે છે, ત્યારે સાંતલપુર, અને રાધનપુરથી ફાયર ફાઇટર મંગાવવામાં આવે છે તો અહીંયા સ્થાપિત કંપનીઓ દ્વારા પોતાન ફાયર સ્ટેશન ઉભા કરવા જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.