નિર્ણય:પાટણમાં પાણીની લાઈન પ્રશ્ને શો કોઝ નોટિસનો એજન્સી આજે જવાબ કરશે

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની સાધારણ સભામાં રોડ રસ્તાના કામોને મંજૂરી અપાશે
  • બી ડિવિઝન રોડ પર ભૂગર્ભ કામગીરી બરાબર ન થયાનો પ્રશ્ન ચર્ચામાં લેવાશે​​​​​​​​​​​​​​

પાટણ નગરપાલિકાની સામાન્ય સભા શુક્રવારે યોજાનાર છે. જેમાં શહેરના રોડ-રસ્તાઓ તેમજ પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજના હેઠળના કામો મંજૂરી અર્થે મુકવામાં આવનાર છે. જેમાં શહેરના 44 વિસ્તારોમાં પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી ન કરનાર એજન્સી અંગે પણ કાર્યવાહી કરવામાં આવનાર છે.

પાટણ પાલિકામાં દિવાળી પહેલાની સામાન્ય સભા શુક્રવારે મળશેે. તેમાં અલગ-અલગ ગ્રાન્ટમાંથી રોડ-રસ્તાના પેચ વર્ક સહિતના કામો મુકાયા છે. શહેરી વિસ્તારમાં 44 વિસ્તારોમાં પાણીની પાઇપ લાઇન નાંખવાની કામગીરી માટે એજન્સી રોકવામાં આવી હતી પરંતુ તેમણે કામગીરી ન કરતાં શો કોઝ નોટિસ નગરપાલિકા દ્વારા પાઠવવામાં આવી હતી. જેમાં એજન્સી દ્વારા આપવામાં આવેલ જવાબ સામાન્ય સભામાં ચર્ચામાં લેવાયા પછી તેમાં આગળ કાર્યવાહી કરાશે.

શહેરમાં નવીન ફિલ્ટર પ્લાન્ટ બનાવવો, હાઇવે વિસ્તારમાં જિલ્લાકક્ષાનો ફાયર સ્ટેશન બનાવવું, અટલબિહારી બાજપાઈની પ્રતિમા મુકવા માટે સ્થળ પસંદગી કરવીમાખણીયા વિસ્તાર ખાતે બનાવવામાં આવેલ સેગ્રીગેશન પ્લાન્ટમાં જરૂરી સુવિધા પૂરી પાડવી તેમજ અન્ય કામો તાજેતરમાં કારોબારી સભા દ્વારા મંજુર કરીને સામાન્ય સભા માટે મોકલી અપાયા હતા જેમાં નિર્ણય કરાશે.નિવૃત્ત બંને સિનિયર કર્મચારીઓ હોવાથી વહીવટી કામગીરીમાં સરળતા રહે તે માટે નએક્સ્ટેંશન અપાયેલ હોવાનું પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...