આયોજન:ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો વહીવટ હવે ડિઝિટલ થશે, કામગીરી ઓનલાઇન કરી શકાશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ERP પોર્ટલ તૈયાર કરવા 1.25 કરોડ ખર્ચ થશે : સિસ્ટમ આ વર્ષે કાર્યરત કરાશે
  • યુનિવર્સિટી દ્વારા વહીવટ ઝડપી અને પારદર્શક કરવા​​​​​​​ ERP પોર્ટલ તૈયાર કરવા આયોજન

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા સમગ્ર વહિવટ ડિજિટલલાઇઝ કરવા માટે એન્ટર પ્રાઇઝ રીસોર્સ પ્લાનિંગ (ERP ) પોર્ટલ સિસ્ટમ તૈયાર કરવાનુ આયોજન કરવામાં આવ્યું છે. જેના ખર્ચે માટે બે કરોડનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે.આ વર્ષે જ વહીવટ ડિજિટલલાઇઝ થાય માટે પોર્ટલ તૈયાર કરવા પ્રકિયા શરૂ કરાઈ છે.

રાજ્ય સરકાર ડિઝિટલાઈઝેશન પર ખાસ ભાર મૂકી રહી હેમચદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા વહીવટ સહિત વિદ્યાર્થીઓ અને કોલેજોને કામ અર્થે યુનિવર્સિટીમાં આવું જ ન પડે તેમજ કાગળો દ્વારા વ્યવહારના બદલે ઓનલાઇન જ પ્રકિયા થાય માટે ઇ.આર.પી ( એન્ટર પ્રાઈઝ રિસોર્સ પ્લાનિંગ ) પોર્ટલ બનાવવા માટે બજેટ માં રૂ .2 કરોડ ની જોગવાઈ કરાઈ છે. આ પોર્ટલ કાર્યરત્ થતાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ, અધિકારીઓ પોતાના લોગ ઇન આઈડીથી યુનિને લગતી તમામ કામગીરી ઈન્ટરનેટની મદદથી આંગળીના ટેરવે ઘરે બેસીને પણ કરી શકશે.

જેમાં વિદ્યાર્થીઓ તમામ પ્રકારના ફોર્મ ભરી શકશે, પરીક્ષાને લગતી કામગરી, ઉત્તરવહી સ્ટોર મેનેજમેન્ટ, કેમિકલ મેનેજમેન્ટ, પગાર સી. એલ, ડી.એલ ઉપરાંત સિંગલ વિન્ડો ને લગતી તમામ પ્રકારની કામગીરી પણ આ પોર્ટલથી થઈ શકશે. વહીવટી કામગીરી પેપર લેશ થશે. અંદાજે પોર્ટલ કાર્યરત કરવામાં 1.25 કરોડ આસપાસ ખર્ચ થઈ શકે છે. આગામી કારોબારીમાં પોર્ટલ તૈયાર કરવા પ્રકિયા અંગે મંજૂરી મળતાં શરૂ કરાશે. તેવું ઇન્ચાર્જ હિસાબી અધિકારી ડૉ.કે.કે.પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...