નાસતો ફરતો આરોપી ઝડપાયો:સાંતલપુરની કિશોરીને અપહરણ કરીને લઈ ગયેલા આરોપીને પાંચ મહિના બાદ રાજસ્થાનમાંથી પોલીસે ઝડપી લીધો

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાંતલપુર તાલુકાનાં એક ગામની કિશોરીને ભગાડી અપહરણ કરીને લઇ ગયેલાં અને નાસતા ફરતા આરોપી તથા તેની સાથે અપહૃત કિશોરી બંને જણાને પાટણની એએચટીયુ પોલીસની ટીમે રાજસ્થાનમાંથી શોધી કાઢી તેઓને વારાહી ખાતે લાવ્યા હતા.

આ અંગેની વિગતો એવી છે કે, સાંતલપુરનાં એક ગામેથી કિશોરીને વર્ષ 2022માં પાંચ મહિના પૂર્વે ગામનો મહેશજી કેશાજી ઠાકોર ભગાડીને લઇ ગયો હતો. જે અંગે ગુનો નોંધાયો હતો. આ બનાવની તપાસ કરતી પાટણ એએચટીયુ પોલીસને મળેલી બાતમી આધારે આ બંને જણા રાજસ્થાનનાં સાંચોર તાલુકાનાં કિલવા ગામે રહેતા હોવાની જાણ થતાં પોલીસે મહેશજી તથા કિશોરીને લાવ્યા હતા. અત્રે જઇને શોધી કાઢીને વારાહી ખાતે પરત લાવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...