• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Accused, Who Escaped From Warahi Police Custody During Medical Checkup, Was Recaptured By The Police Within A Few Days

નાસી છૂટેલો આરોપી ઝડપાયો:મેડિકલ ચેકઅપ દરમિયાન વારાહી પોલીસ જાપ્તામાંથી ભાગી છુટેલા આરોપીને પોલીસે ગણતરીના દિવસોમાં ફરી ઝડપી લીધો

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેડિકલ ચેકઅપ દરમિયાન ભાગી છૂટ્યો હતો, રાધનપુરથી ઝડપાયો

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજનો રહેવાસી અને અપહરણ ગુનાનો આરોપી ઠાકોર રાહુલજી હીંગોળજી મેડિકલ ચેકઅપ દરમિયાન વારાહી પોલીસ જપ્તામાંથી ભાગી છૂટ્યો હતો. જેને પોલીસે ગણતરીના દિવસોમાં ફરી ઝડપી લીધો છે.
​​​​​​​પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
અપહરણના ગુનાનો આરોપી ઠાકોર રાહુલજી હીંગોળજી જીતાજી મેડિકલ ચેકઅપ દરમિયાન વારાહી પોલીસ જાપ્તામાંથી ભાગી છુટતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો અને આ નાશી ગયેલા આરોપીને ઝડપી લેવા પોલીસે ત્રણ ટીમો બનાવી હતી. વારાહી પોલીસ જાપ્તામાંથી ભાગી છુટેલા આરોપીને ઝડપી લેવા જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલની સુચના આધારે પો.ઇન્સ. આર.કે અમીન એલ.સી.બી. પાટણ નાઓએ પાટણ એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફર્લો, તથા પો.સ્ટે.ના માણસોની ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે પોલીસને હકીકત મળેલી કે, આ આરોપી રાધનપુર મુકામે છે જે બાતમીના આધારે ટીમે ઘટનાસ્થળે પહોંચી આરોપી ઠાકોર રાહુલજી હીંગોળજી જીતાજીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...